99 ટકા લોકો ખોટી રીતે કરે છે ફોન ચાર્જ, તેના કારણે ઘટે છે બેટરી લાઈફ, આવી આદત તમને પણ હોય તો સુધરી જાવ

Phone Charging: ઘણા લોકોને આદત હોય છે કે તે રાત્રે ફોન ચાર્જમાં મૂકે અને પછી સૂઈ જાય. આ સિવાય ઘણા લોકો સો ટકા ચાર્જ થઈ જાય પછી પણ તેને ચાર્જિંગમાં જ મૂકી રાખે છે. આ સિવાય કેટલાક લોકોને આદત હોય છે કે ફોન ચાર્જમાં મૂકીને તેનો ઉપયોગ કરતા રહે છે...

99 ટકા લોકો ખોટી રીતે કરે છે ફોન ચાર્જ, તેના કારણે ઘટે છે બેટરી લાઈફ, આવી આદત તમને પણ હોય તો સુધરી જાવ

Phone Charging: સ્માર્ટફોન આજે લોકોના જીવનની જરૂરિયાત બની ગયો છે. દરેક વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. પરંતું તેમાંથી મોટાભાગના લોકો ફોન ચાર્જ કરવાની લઈને કેટલીક ભૂલ કરતા રહે છે. ફોન ચાર્જિંગ કરતી વખતે કરેલી આ ભૂલ ના કારણે બેટરી લાઇફ ને અસર થાય છે. ઘણા લોકોને આદત હોય છે કે તે રાત્રે ફોન ચાર્જમાં મૂકે અને પછી સૂઈ જાય. આ સિવાય ઘણા લોકો સો ટકા ચાર્જ થઈ જાય પછી પણ તેને ચાર્જિંગમાં જ મૂકી રાખે છે. આ સિવાય કેટલાક લોકોને આદત હોય છે કે ફોન ચાર્જમાં મૂકીને તેનો ઉપયોગ કરતા રહે. આ સિવાય 90 % લોકો એવી ભૂલ કરે છે કે બેટરી પૂરી થાય તે પહેલા જ તેને ચાર્જમાં લગાવી દેતા હોય છે. તો આજે તમને જણાવીએ કે ફોન ચાર્જિંગ કરતી વખતે કઈ ભૂલ કરવાનું ટાળવું જોઈએ જેથી ફોનની બેટરી લાઈફને વધારી શકાય.

આ પણ વાંચો:

0% ન થવા દો ચાર્જ 

સ્માર્ટ ફોનની બેટરી ને ઝીરો ટકા સુધી ન પહોંચવા દો. ફોનને ઝીરો ટકા બેટરી કર્યા પછી ચાર્જ કરવાથી બેટરી ની ક્ષમતા ઘટી જાય છે. તેથી ફોન ડેટ થઈ જાય તે પહેલા તેને ચાર્જમાં મૂકો. જો ચાર્જ ન કરી શકાય તો મેન્યુઅલ રીતે તેને સ્વીચ ઓફ કરો.

40% હોય બેટરી ત્યારે મૂકી દો ચાર્જમાં

એક સ્ટેબલ બેટરી માટે ચાર્જ લેવલ 40% અને 80% ની વચ્ચે હોવું જોઈએ. એટલે જો તમારી બેટરી 40% થી નીચે જાય છે તો તેને ચાર્જ કરી લો જેથી તેની બેટરી લાઇફ વધી જાય. 

100 ટકા સુધી ન થવા દો ચાર્જ

એક રિસર્ચ અનુસાર ફોનને સો ટકા સુધી ચાર્જ કરવો નુકસાનકારક સાબિત થઈ શકે છે. ફોનની સો ટકાથી ઓછો ચાર્જ રાખવો જોઈએ તેનાથી બેટરી લાઈફ વધે છે. 

આ પણ વાંચો:

ફોનને ઠંડો રાખો

જો તમે ફોન ને ચાર્જમાં મૂકીને તેનો ઉપયોગ કરશો તો ફોન ગરમ થશે હિટ અને હાઈ વૉલ્ટેજ બેટરી લાઇફને નુકસાન કરે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી ફોન ચાર્જિંગમાં હોય ત્યારે તેને ઠંડો જ રાખો એટલે કે તેનો ઉપયોગ કરવાનું ટાળો. 

વારંવાર ચાર્જ કરવો

ફોનનો ઉપયોગ થોડીવાર કરો અને થોડું ચાર્જિંગ ઓછું થાય એટલે તુરંત જ તેને ચાર્જ કરવા મૂકી ન દેવો. વારંવાર ફોનની ચાર્જ કરવાથી પણ બેટરી લાઇફ ઘટી જાય છે. એકવાર ફોન ચાર્જ કર્યા પછી બેટરી નક્કી કરેલી લિમિટ થી ઓછી જાય ત્યારે જ તેને ચાર્જ કરવા મૂકો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news