Patan News પ્રેમલ ત્રિવેદી/ પાટણઃ ધાર્મિક નગરી પાટણમાં બિરાજમાન કાર્તિકેય સ્વામી ભગવાનનું મંદિર વર્ષમાં એકવાર જ ખુલે છે. ત્યારે  કાર્તિકેય પૂર્ણિમા નિમિતે આજે મંદિરના દ્વાર ખુલતા દર્શન કરવા ભક્તોનું ઘોટાપૂર ઉમટી પડ્યું છે. પાટણમાં આવેલ પ્રાચીન   છત્રપતેશ્વર મહાદેવ મંદિરમાં શિવ પરિવાર એક સાથે બિરાજમાન છે. જેમાં ખાસ કરી શિવના પુત્ર કાર્તિકેય ભગવાનનું મંદિર દર્શનાર્થે વર્ષમાં એક વાર જ ખુલ્લું મુકવામાં આવે છે. દેવ દિવાળીના દિવસે ભક્તો ભગવાન કાર્તિકેયના દર્શન કરી ધાન્યતા અનુભવે છે અને  કાર્તિકેય પૂર્ણિમા જેના દિવસે કાર્તિકેયે  ભગવાનનું મંદિર દર્શન માટે ખુલ્લું મુકવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભગવાન કાર્તિકેયની કહાની
પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન શિવના બે પુત્રો ગણેશ અને કાર્તિકેય ભગવાન વચ્ચે પૃથ્વીના ભ્રમણની શરત લાગી અને તે સમયે કાર્તિકેય ભગવાન પોતાના વાહન મોર લઇ સમય મર્યાદામાં પૃથ્વીનું સાત વાર ભ્રમણ કર્યું હતું. પરંતુ ભગવાન ગણેશ ચતુર હોઈ તેમને પૃથ્વીનું ભ્રમણ કરવાના બદલે પોતાના માતા-પિતાના સાત ફેરા કરી ભ્રમણ પૂરુ કરતા તમામ ભગવાને ગણેશના વખાણ કર્યા હતા અને ભગવાન શિવ ખુશ થઇ હતા. ગણેશના બે પત્નીઓ સાથે લગ્ન કરાવ્યા હતા ત્યારે ભગવાન કાર્તિકેય ક્રોધિત થઇ પોતાને શાપ આપ્યો હતો. જે મારું મુખ જોશે તે વિધવા થશે ત્યારે તમામ ભગવાન દ્વારા તેમને શાંત પાડી સમજવતાં તેમને નિર્ણય કર્યો હતો કે મારા મુખને વર્ષની શરૂઆતની પ્રથમ પૂર્ણિમાના દિવસે જે પરણિત મહિલાઓ મારા મુખના દર્શન કરશે તે સૌભાગ્ય વતી બનશે અને  જીવનમાં સુખ, સમૃદ્ધિ  મળશે ત્યારથી ભગવાન કાર્તિકેયનું મંદિર વર્ષ માં એકવાર જ વાર ખુલે છે. મંદિરના દ્વાર ખુલતા  મોટી સંખ્યામાં મહિલાઓ અને ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક પહેરી દર્શનનો લાભ લીધો હતો.


રશિયાએ ભારતને ઓફર કર્યું મહાશક્તિશાળી હથિયાર, ચીન-પાકિસ્તાન થરથર કાંપશે!


રાષ્ટ્રપતિની ખુરશી ખાલી કરતા પહેલા બાઈડેને કર્યું મોટું કામ, યુક્રેનને ભવિષ્યમાં નહિ