અમેરિકામાં મા ઉમિયાનું ભવ્ય ધામ બન્યું : ગુજરાતના 51 પાટીદાર પરિવાર પાટલા યજમાન બનશે
Patidar Ma Umiya Temple In America : અમેરિકામાં મા ઉમિયાના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થશે... રાજ્યમાંથી 51 પાટીદાર પરિવાર પાટલાના યજમાન તરીકે જોડાશે
Patidar Samaj : મા ઉમિયાના ભક્તો દેશવિદેશમાં ફેલાયેલા છે. એક તરફ અમદાવાદના જાસપુર ખાતે જ્યારે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું જગત જનની મા ઉમિયાનું મંદિર વિશ્વઉમિયાધામ બની રહ્યું છે. ત્યારે બીજી તરફ, પાટીદારો હવે મા ઉમિયાની ભક્તિને સાત સમુદ્ર પાર લઈ જઈ રહ્યાં છે. અમેરિકાના કંટકી સ્ટેટના રિચર્મડ શહેરમાં જગત જનની મા ઉમિયાનું મંદિર નિર્માણ પામ્યું છે. આગામી 21 મે 2023ને રવિવારના દિવસે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેમાં ગુજરાતના 51 પાટીદાર પરિવારો પાટલાના યજમાન તરીકે જોડાયા.
મા ઉમિયા નગરયાત્રાએ નીકળશે
આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 1મે થી શરૂ કરી 21 મે, 2023 સુધી યોજાશે. અમેરિકાની ધરતી પર પહેલીવાર મા ઉમિયાનો આવો ભવ્ય ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે. રીચમોન્ડ શહેરમાં મા ઉમિયા વિશાળ નગર યાત્રાએ નીકળશે. સાથે જ નવચંડીનું પણ આયોજન કરાયું છે.
ગુજરાતની રાજધાનીમાંથી મળી હથિયારો ભરેલી ગાડી, શું કોઈ મોટું પ્લાનિંગ હતું?
અંબાલાલ પટેલ પેટાળમાંથી પાણી શોધવામાં માહેર છે, તાંબાના સળિયાથી કરે છે દેશી જુગાડ
અમેરિકામાં બનેલું આ મંદિર ખાસ છે
મંદિરમાં ઉમિયા માતાજીની મૂર્તિની સાથે અન્ય 21 દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. તેમજ ગણપતિજી, હનુમાનજી, રાધા-કૃષ્ણ, શ્રીના શિવ પાર્વતી લક્ષ્મી નારાથા, રામ-સીતા અને નવગ્રહ, મા અંબા બહુચરાજી સહિત છ માતાજી બિરાજમાન છે.
જાસપુરમાં બની રહેલા ભવ્ય ઉમિયા ધામ માટે અમેરિકાના 25 શહેરોમાં મીટિંગ કરવામાં આવશે. આ મીટિંગ વિશ્વ ઉમિયા ધામના ટ્રસ્ટીઓ દ્વારા કરવામા આવશે. 6 ટ્રસ્ટીઓની ટીમ 25 દિવસમાં આ બેઠકો કરશે. જેનો હેતુ મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાનો છે. અમેરિકાના ઉત્સવમાં રાજ્યમાંથી 51 પાટીદાર પરિવાર પાટલાના યજમાન તરીકે જોડાશે.
તલાટીની પરીક્ષાથી માલામાલ બન્યું એસટી વિભાગ, એક જ દિવસમાં તોતિંગ આવક થઈ
સૌરાષ્ટ્ર યુનિ.ના પાટીદાર કુલપતિ બન્યા માથાનો દુખાવો, 7 સિન્ડિકેટ સભ્યોનો ભોગ લેવાયો