Mulank 6: જ્યોતિષશાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ લોકપ્રિય છે. અંકશાસ્ત્રમાં જન્મ તારીખનું કેલ્ક્યુલેશન કરીને વ્યક્તિ વિશે ભવિષ્યવાણી કરવામાં આવે છે. અંકશાસ્ત્રમાં જન્મની તારીખ ઉપરાંત નામના અક્ષર પરથી પણ નંબર કાઢવામાં આવે છે. આ રીતે અંક પરથી જે ભવિષ્યવાણી કરવામાં આવે છે તે લોકોને આશ્ચર્યચકિત કરી દેતી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: જાન્યુઆરીમાં બુધ કરશે ડબલ ગોચર, 5 રાશિઓને મળશે અકલ્પનીય ધન, દરેક જગ્યાએ થશે ડબલ લાભ


આજે તમને અંકશાસ્ત્ર અનુસાર કઈ રાશિ શુક્ર ગ્રહ અને માતા લક્ષ્મીની પ્રિય હોય છે તે જણાવીએ. અંકશાસ્ત્ર અનુસાર 3 તારીખ એવી છે જેમાં જન્મેલા લોકો પર શુક્ર ગ્રહ અને માતા લક્ષ્મીની ખાસ કૃપા રહે છે. આ ભાગ્યશાળી મુલાંક 6 હોય છે. જે વ્યક્તિની જન્મ તારીખ નો મૂલાંક 6 બનતો હોય તેમાં કેટલીક વિશેષતાઓ પણ હોય છે. 


આ પણ વાંચો: વર્ષ 2025 ની શરુઆત થતાં જ થવા લાગશે ધન લાભ, બુધ ગોચરથી 3 રાશિઓ ભોગવશે રાજા જેવું સુખ


શુક્ર ગ્રહનો મૂલાંક


અંકશાસ્ત્ર અનુસાર મૂળાંક 6 નો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. શુક્ર ગ્રહ પ્રેમ, સૌંદર્ય, આકર્ષણ અને સમૃદ્ધિનો કારક ગ્રહ છે. તેથી મૂલાંક 6 નો સ્વામી ગ્રહ પણ શુક્ર છે. 6 મુલાંકવાળા વ્યક્તિમાં પ્રેમ, સૌંદર્ય, આકર્ષણ વધારે હોય છે. ખાસ તો આ મુલાંક 6 ધરાવતા લોકોની પર્સનાલિટી આકર્ષક હોય છે તે કોઈ પણ વ્યક્તિને ઝડપથી ઇમ્પ્રેસ કરી શકે છે. 


આ પણ વાંચો: Rudraksha: અકાળ મૃત્યુથી બચાવે છે પંચમુખી રુદ્રાક્ષ, જાણો મહિલાઓ પહેરી શકે કે નહીં ?


અંકશાસ્ત્ર અનુસાર કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે જન્મેલા લોકોનો મૂલાંક 6 ગણાય છે. આ ત્રણ તારીખે જન્મેલા લોકોમાં સૌંદર્ય, કલાત્મકતા, સર્જનાત્મકતા સૌથી વધારે હોય છે. આ મુલાંકના લોકો જીવનમાં સારું એવું ધન પણ કમાય છે. 


વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર ગ્રહ ધનના દેવી માં લક્ષ્મી સાથે પણ સંબંધિત છે. તેથી જ મૂલાંક 6 ધરાવતા લોકો પર માતા લક્ષ્મીની પણ વિશેષ કૃપા હોય છે. આ તારીખે જન્મેલા લોકો સમાજ સેવા કરવામાં અને લોકોની મદદ કરવામાં વધારે રસ દાખવે છે જેના કારણે માતા લક્ષ્મી પણ તેમના પર પ્રસન્ન રહે છે. 


આ પણ વાંચો: Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ


મૂલાંક 6 ધરાવતા લોકો સુખ-સુવિધાઓના શોખીન હોય છે. તેઓ સારું ધન કમાઈ શકવાની ક્ષમતા ધરાવે છે. તેઓ પોતાની કારકિર્દીમાં પણ સફળ રહે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)