Panchmukhi Rudraksha: અકાળ મૃત્યુથી બચાવે છે પંચમુખી રુદ્રાક્ષ, જાણો મહિલાઓ પહેરી શકે કે નહીં ?
Panchmukhi Rudraksha Benefits: પંચમુખી રુદ્રાક્ષ સૌથી પાવરફુલ હોય છે. તેને ભગવાન શિવનું સ્વરુપ માનવામાં આવે છે. આજે તમને જણાવીએ આ રુદ્રાક્ષ મહિલાઓ ધારણ કરી શકે કે નહીં અને તેનાથી શું લાભ થાય?
Trending Photos
Panchmukhi Rudraksha Benefits: રુદ્રાક્ષ અલગ અલગ પ્રકારના હોય છે. જેમાં પંચમુખી રુદ્રાક્ષ અને સૌથી પાવર ફૂલ ગણવામાં આવે છે. પંચમુખી રુદ્રાક્ષની સાક્ષાત મહાદેવનું સ્વરૂપ ગણવામાં આવે છે. પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિને માનસિક, શારીરિક અને આધ્યાત્મિક લાભ થાય છે. પંચમુખી રુદ્રાક્ષને યોગ્ય સમયે અને યોગ્ય વિધિથી ધારણ કરવામાં આવે તો મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સફળતા મળે છે.
રુદ્રાક્ષ સંબંધિત આ લાભ મેળવવા હોય તો તેને ધારણ કરતા પહેલા કેટલીક મહત્વની બાબતો જાણવી જરૂરી છે રુદ્રાક્ષને લઈને સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે મહિલાઓ રુદ્રાક્ષ ધારણ કરી શકે કે નહીં. સાથે જ રુદ્રાક્ષને કેવી રીતે ધારણ કરવો જોઈએ ? આજે આ તમામ પ્રશ્નોનો જવાબ તમને જણાવીએ.
મહિલાઓ પહેરી શકે પંચમુખી રુદ્રાક્ષ ?
મહિલાઓ રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. રુદ્રાક્ષ પવિત્ર મણકા હોય છે જે ભગવાન શિવના અશ્રુથી બનેલા છે. કોઈપણ વ્યક્તિ પવિત્ર મન સાથે તેને ધારણ કરી શકે છે. મહિલાઓ પણ પંચમુખી રુદ્રાક્ષ પહેરી શકે છે. પરંતુ માસિક ધર્મ દરમ્યાન અને સંભોગ કરતી વખતે રુદ્રાક્ષ કાઢી નાખવો જોઈએ.
રુદ્રાક્ષ પહેરતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું ?
રુદ્રાક્ષને હંમેશા સાફ રાખવો જોઈએ. તેની અંદર ધૂળ જામવી જોઈએ નહીં. ક્યારેય ગંદા હાથથી પણ રુદ્રાક્ષને અડવો નહીં. માંસાહાર કે દારૂ જેવી ખરાબ આદતોથી દૂર રહેવું જોઈએ. રુદ્રાક્ષ ધારણ કર્યા પછી નિયમિત ભગવાન શિવની પૂજા કરવી અને મંત્ર જાપ કરવો. સાંજના સમયે રુદ્રાક્ષને ગળામાંથી ઉતારી પવિત્ર જગ્યાએ રાખી દેવો. બીજા દિવસે સવારે સ્નાન કરીને રુદ્રાક્ષ ધારણ કરવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. મંત્ર જાપથી રુદ્રાક્ષની ઉર્જા સક્રિય થાય છે અને વધારે લાભ મળે છે.
રુદ્રાક્ષ ધારણ કરવાની વિધિ
રુદ્રાક્ષ પહેરતા પહેલા તેને ગંગાજળથી ધોઈને શુદ્ધ કરી લેવો. ત્યાર પછી પંચમુખી રુદ્રાક્ષ અને ભગવાન શિવની મૂર્તિ કે તસ્વીર સામે રાખો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. જાપ કરતી વખતે રુદ્રાક્ષની પૂજા કરો અને પૂજા કર્યા પછી રુદ્રાક્ષ અને ગળામાં ધારણ કરો. રુદ્રાક્ષ અને હંમેશા ચાંદી કે સોનામાં ધારણ કરવો જોઈએ આ સિવાય લાલ દોરામાં બાંધીને પણ તેને પહેરી શકાય છે.
પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવો હોય તો સૌથી શુભ દિવસ સોમવાર અથવા ગુરુવાર હોય છે. આ સિવાય શિવરાત્રીના શુભ મુહૂર્તમાં પણ રુદ્રાક્ષ ધારણ કરવો લાભકારી રહે છે.
પંચમુખી રુદ્રાક્ષના ફાયદા
- પંચમુખી રુદ્રાક્ષ નકારાત્મક ઉર્જા અને ખરાબ નજરથી બચાવે છે.
- પંચમુખી રુદ્રાક્ષ વ્યક્તિની આસપાસ સકારાત્મક ઊર્જાનું નિર્માણ કરે છે અને જીવનમાં શાંતિ જાળવી રાખે છે.
- પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આધ્યાત્મિક ઉન્નતિ અને ધ્યાનની શક્તિ વધે છે.
- પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મનને શાંતિ અને સ્થિરતા મળે છે અને માનસિક ચિંતા ઓછી થાય છે.
- પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિને જીવનમાં સમૃદ્ધિ અને સફળતા મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે