કેમ કરાય છે શ્રાદ્ધ? પિતૃઓને રાજી કરવા શું કરવું? જાણો કઈ રીતે તરત દૂર થશે પિતૃદોષ
શાસ્ત્રમા પ્રતિદિન કરવામાં આવતા શ્રાદ્ધને નિત્ય શ્રાદ્ધ કહે છે, અમાવસ્યા તિથિ કે પર્વ પર શ્રાદ્ધને પાવર્ણ શ્રાદ્ધ કહે છે. ધાર્મિક ગ્રંથોમાં શ્રાદ્ધ અંગેની વાત જાણવા મળે છે, પિતૃ પક્ષમા શ્રાદ્ધ કરવાથી પુત્ર, આયુ, આરોગ્ય, ઐશ્વર્ય, અભિલાષા પૂર્તિ થાય, વિદ્વાનો પાસેથી વિસ્તૃત માહિતી મેળવી શ્રાદ્ધ કર્મ સરળતા થી કરી શકાય છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ જન્મની જેમ જ મૃત્યુ પણ જીવનનું એક સૌથી મોટું સત્ય છે. ત્યારે આ સત્યથી કોઈ વેગળું હોતું નથી. દરેકે મને કમને આ સત્ય સ્વીકારવું જ પડે છે. એવામાં આપણાં વડવાઓ આજે જ્યારે આપણી વચ્ચે નથી હોતા ત્યારે તેમની કેટલીક પૂજન વિધિ અતિઆવશ્યક બની જાય છે. આ વિધિમાં સૌથી મહત્ત્વની કોઈ વિધિ હોય તો એ છે શ્રદ્ધા અને પિતૃપૂજન. જાણો વિગતવાર કેમ કરવામાં આવે છે શ્રદ્ધા અને શું છે તેનો મહિમા...
પિતૃપૂજન અને શ્રાદ્ધ મહિમા :
શ્રધ્ધા પૂર્વક ભાવ અર્પણ કરવો એટલે શ્રાદ્ધ... આ સામાન્ય સમજણ કહી શકાય, કેમકે પિતૃ વાયુ સ્વરૂપ એટલે અદ્રશ્ય અવસ્થા એટલે શરીર વગર હોય છે તમે શ્રદ્ધા પૂર્વક જે તેમનું પ્રિય ભોજન કે ખીર અર્પણ કરો ત્યારે તે વસ્તુની સુગંધ અને તમારા ભાવથી સંતુષ્ટ થાય છે તમારા વિનય અને આદર થી પ્રસન્ન થઈ તમને આશીર્વાદ આપે છે અને તમારું જીવન સુખી થાય છે, શાસ્ત્રમા પ્રતિદિન કરવામાં આવતા શ્રાદ્ધને નિત્ય શ્રાદ્ધ કહે છે, અમાવસ્યા તિથિ કે પર્વ પર શ્રાદ્ધને પાવર્ણ શ્રાદ્ધ કહે છે. ધાર્મિક ગ્રંથોમાં શ્રાદ્ધ અંગેની વાત જાણવા મળે છે, પિતૃ પક્ષમા શ્રાદ્ધ કરવાથી પુત્ર, આયુ, આરોગ્ય, ઐશ્વર્ય, અભિલાષા પૂર્તિ થાય, વિદ્વાનો પાસેથી વિસ્તૃત માહિતી મેળવી શ્રાદ્ધ કર્મ સરળતા થી કરી શકાય છે.
પિતૃને તૃપ્ત અને ખુશ કરવા માટે :
૧. ખીર નો પ્રસાદ અર્પણ કરાય,
૨. ગુગળ, લવિંગ, જવ, તલ, પતાસું થોડા પ્રમાણમાં લઇ ઘરે ધૂપ કરી શકાય
૩.પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા કરી અને પ્રસાદ અર્પણ કરી શકાય,
૪. શિવ મંદિરમા જઈ પોતાનું મુખ નૈઋત્ય દિશા તરફ રાખી શિવલિંગ પર જળ અભિષેક કરી પ્રાથના કરી શકાય
૫. ઘરે બેસી ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચી ને પણ પ્રાથના કરી શકાય
ઉપરાંત કોઈપણ વિદ્વાન પાસેથી માર્ગદર્શન મેળવી સરળતાથી પિતૃ પ્રત્યેનો ભાવ અર્પણ કરી તેમનાં આત્માને શાંતિ અને સદગતિ માટેની પ્રાથના કરી પિતૃના આશીર્વાદ મેળવી શકાય છે, શ્રદ્ધા અને ભાવ મુખ્ય છે.
તા. ૧૮/૯/૨૦૨૪ બુધવાર થી તા.૦૨/૧૦/૨૦૨૪ બુધવાર શ્રાદ્ધ પક્ષ-
તિથિ.....તારીખ.....વારઃ
૧... ૧૮/૯...બુધવાર
૨ ....૧૯/૯...ગુરુવાર
૩.....૨૦/૯...શુક્રવાર
૪.....૨૧/૯...શનિવાર
૫-૬..૨૨/૯.. રવિવાર
૭... ..૨૩/૯...સોમવાર
૮......૨૪/૯. મંગળવાર
૯......૨૫/૯..બુધવાર
૧૦....૨૬/૯..ગુરુવાર
૧૧....૨૭/૯...શુક્રવાર
#એકાદશી ૨૮/૯..શનિ
૧૨......૨૯/૯..રવિવાર
૧૩.....૩૦/૯..સોમવાર
૧૪...૦૧/૧૦મંગળવાર
૩૦....૦૨/૧૦ બુધવાર
તિથિ : નોંધ.-
૯... સૌભાગ્યવતી સ્ત્રી શ્રાદ્ધ
૧૨..સન્યાસીનું શ્રાદ્ધ
૧૪.. શસ્ત્રપીડિતનું શ્રાદ્ધ
૩૦.. સર્વપિતૃ અમાસ અને પૂનમ અમાસ શ્રાદ્ધ
ડો. હેમીલ પી લાઠીયા, જ્યોતિષચાર્ય