Chaitri Navratri 2023: મમ્મીને ફોન કરવાની જરૂર નથી, આ રીતે કરો ઘટસ્થાપન અને માતાજીની પૂજા
પંચાગના અનુસાર ચૈત્રી નવરાત્રિ 21 માર્ચ મંગળવારે રાત્રે 10 વાગ્યેને 52 મિનિટથી આરંભ થશે. જ્યારે ઘટ સ્થાપનનું મુહૂર્ત 22 માર્ચ એટલે કે બુધવારનું હશે. કળશની સ્થાપનાનું શુભ મુહૂર્ત સવારે 6 વાગ્યને 23 મિનિટથી સવારે 7 વાગ્યેને 32 મિનિટ સુધી રહેશે.
chaitri navratri 2023 pooja: ચૈત્રી નવરાત્રિ આવી રહી છે. દરેક વર્ષે ચૈત્ર મહિનાના શુક્લપક્ષની એકમથી આ નવરાત્રિની શરૂઆત થાય છે. આસો મહિનાની નવરાત્રિ જેટલું જ મહત્વ ચૈત્રી નવરાત્રિનું છે. આ નવરાત્રિમાં પણ ઘટ સ્થાપન કરવામાં આવે છે.કહેવાય છે કે, આ નવરાત્રિમાં મનથી માની પૂજા કરવાની માતા ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. માતાને પ્રસન્ન કરવા માટે કેવી રીતે પૂજા કરવી તે પણ જાણી લો.
ક્યારથી શરૂ થશે નવરાત્રિ?
પંચાગના અનુસાર ચૈત્રી નવરાત્રિ 21 માર્ચ મંગળવારે રાત્રે 10 વાગ્યેને 52 મિનિટથી આરંભ થશે. જ્યારે ઘટ સ્થાપનનું મુહૂર્ત 22 માર્ચ એટલે કે બુધવારનું હશે. કળશની સ્થાપનાનું શુભ મુહૂર્ત સવારે 6 વાગ્યને 23 મિનિટથી સવારે 7 વાગ્યેને 32 મિનિટ સુધી રહેશે.
આ પણ વાંચો: નીતા અંબાણીથી કમ નથી વેવાણ, બ્યૂટીથી માંડીને બિઝનેસમાં વેવાણને પણ આપે છે માત
આ પણ વાંચો: જાણો શું કરે છે મુકેશ અંબાણીની સાળી, નીતા અંબાણી અને મમતા વચ્ચે છે ગજબનું બોન્ડીંગ
આ પણ વાંચો: ગુજરાતના આ ગામમાં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા! બહેન ઘોડીએ ચઢીને જાય છે ભાભીને પરણવા
આ પણ વાંચો: આ પણ વાંચો: Jeans Treand : ટ્રેન્ડમાં છે જિન્સની આ 10 સ્ટાઈલ, તમને આપશે કૂલ અને ફન્કી લુક
ક્યારે છે રામનવમી?
પંચાંગ મુજબસ રામનવમી 30 માર્ચ, ગુરુવારે છે. ચૈત્ર શુક્લ નવમી તિથિ 29મી માર્ચે રાત્રે 09.07 વાગ્યાથી 30મી માર્ચે રાત્રે 11.30 વાગ્યા સુધી રહેશે. રામ નવમીની પૂજા માટે શુભ મુહૂર્ત દિવસના 11.11 થી બપોરે 01.40 સુધી રહેશે.
ચૈત્ર નવરાત્રી ઘટસ્થાપન માટેની સંપૂર્ણ સામગ્રી
- પહોળા મોંવાળું માટીનું વાસણ
- માટીનું ઢાંકણું (પરાળ)
- પરાળમાં અનાજ (ચોખા, ઘઉં) ભરવા
- પવિત્ર માટી
- સાત પ્રકારના અનાજ
- કલગી ભરવા માટે સ્વચ્છ પાણી
- ગંગાજળ
- કળશના મોંમાં નાડાછડી બાંધવી
- સોપારી
- ચોખા
- છોલ્યા વિનાનું નાળિયેર
- નાળિયેર ઉપર લપેટવા માટે લાલ રંગનું કાપડ
- ફૂલો, માળા
-દુર્વા
- સિંદૂર
- પાન
- લવિંગ
- એલચી
- પતાસા
- મીઠાઈ
- સોપારી
આ પણ વાંચો: દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
આ પણ વાંચો: Shani Uday:5 માર્ચથી આ લોકોને મળશે બમ્પર લાભ, શનિના આશીર્વાદથી થશે ભાગ્યોદય
આ પણ વાંચો: પહાડી વિસ્તારોમાં ફરવા માંગો છો તો આ છે બેસ્ટ ઓપ્શન, કુદરતી સૌદર્યનો છે ખજાનો
ગરબાના સ્થાપનની વિધિ
ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે બને તો બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી લો. મંદિર કે જ્યા ઘટ સ્થાપન કરવાનું છે તે જગ્યાને સાફ કરો. પછી પવિત્ર માટીમાં જવ કે સાત પ્રકારના અનાજ મિક્સ કરો. હવે કળશ લો અને તેમાં સ્વસ્તિકનું ચિન્હ બનાવો અને તેના મો પર નાડાછડી બાંધી દો. હવે તેમાં થોડું ગંગાજળ મિક્સ કરીને નાડાછડી બાંધી દો. તેમાં થોડું ગંગાજળ ભેળવીને પાણી આપો અને તેને જમીનની ઉપર સ્થાપિત કરો. આ પછી કેરીના પાંચ પાન રાખો અને માટીનું ઢાંકણું રાખો અને તેમાં ઘઉં, ચોખા વગેરે ભરો. આ પછી નારિયેળને લાલ રંગના કપડામાં લપેટો અને તેને નાડાછડી સાથે બાંધીને કળશની ઉપર મૂકો. હવે તેમા ભગવાન ગણેશ, મા દુર્ગાની સાથે અન્ય દેવી-દેવતઓનું અને નદીઓનું આહ્વાન કરો. ફૂલ, માળા, સોપારી અને ચોખા ચડાવો. જે બાદ સોપારી, લવિંગ, એલચી, પતાસા ચડાવો. જે બાદ ભોગ લગાવો અને દૂધ અર્પણ કરો. આરતી કરો. સાથે એક અખંડ દિવો રાખો. દરેક દિવસે માતાના નવ રૂપોની પૂજા કરો.
દિવસ 1: ઘટસ્થાપન / એકમ - રંગ - લાલ
દિવસ 2: બીજ- રંગ- રોયલ બ્લુ
ત્રીજો દિવસ: ત્રીજ- રંગ- પીળો
ચોથો દિવસ: ચોથ - રંગ - લીલો
પાંચમો દિવસ: પાંચમ - રંગ - રાખોડી
છઠ્ઠો દિવસ: છઠ - રંગ - નારંગી
સાતમો દિવસ: સાતમ - રંગ - સફેદ
આઠમો દિવસ: આઠમ - રંગ - ગુલાબી
નવમો દિવસ: નોમ- રંગ- આકાશ વાદળી
આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube