Rakshabandhan: આ વખતે ભાઈના બદલે ભાભી માટેની રાખડીઓની બજારમાં ધૂમ!
Rakshabandhan 2024: રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઇ અને બહેનના લાગણીસભર સંબંધોની ઉજવણીનો તહેવાર. રક્ષાબંધનની ઉજવણી ભારતભરમાં અલગ અલગ રીતે કરવામાં આવે છે. છેલ્લાં કેટલાક વર્ષોથી ભાઇની સાથે સાથે ભાભીને પણ રાખડી બાંધવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
Raksha Bandhan 2024: શ્રાવણ માસની પૂનમ ભાઈ બહેનના પ્રેમનો પર્વ હોય છે. રક્ષાબંધન એક એવો તહેવાર છે જે પ્રેમ, ત્યાગ અને વિશ્વાસને દર્શાવે છે. આ બંધન શિખવાડે છે કે કોઈપણ સંબંધનો પાયો વિશ્વાસ પર ટકેલો છે. સામાન્ય રીતે બહેન પોતાના ભાઈ પર રાખડી બાંધે છે. પરંતુ તેની સાથે પોતાની ભાભીને પણ રાખડી બાંધે છે. હાલ માર્કેટમાં ભાઈની સાથે ભાભી રાખડીનું પણ અનેરુ આકર્ષણ જોવા મળ્યું હતું
રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઇ અને બહેનના લાગણીસભર સંબંધોની ઉજવણીનો તહેવાર. રક્ષાબંધનની ઉજવણી ભારતભરમાં અલગ અલગ રીતે કરવામાં આવે છે. છેલ્લાં કેટલાક વર્ષોથી ભાઇની સાથે સાથે સાથે ભાભીને પણ રાખડી બાંધવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ભાભીને બાંધવામાં આવતી રાખડીને ચૂડા રાખડી કે લુંબા રાખડી કહેવાય છે. લગ્ન બાદ ભાઈનાં સુખ તેમજ દુ:ખની સાથી તેની પત્ની હોય છે તેથી ભાઈની સાથે ભાભીને પણ રાખડી બાંધવામાં આવે છે. ભાભી રાખડી ઘણા સમયથી મળે છે પરંતુ એમાં દર વર્ષે નવા ટ્રેન્ડ બદલાય છે.
કોને કહે છે કાન્હાજીને રાખડી?
પરંપરાઓના દેશમાં અનેક જગ્યાએ બ્રાહ્મણ કે પંડિત ભક્તોને પણ રક્ષાસૂત્ર બાંધે છે. કેટલાક લોકો કાન્હા કે રામજીને રાખડી પણ બાંધે છે. તેઓ પ્રાર્થના કરે છે કે તેનો પરીવાર સુખી અને સંપન્ન રહે.
આ વખતે કઈ ભાભી રાખડીઓ છે ટ્રેન્ડમાં?
હાલમાં ટ્રાય કલર, ટીમ ઈન્ડિયા, વર્લ્ડ કપ, મોદી રાખડી, ટેઝલ, જડતર લુંબા, ટ્રેડિશનલ લુંબા, જડતર પોંચા જેવી વિવિધ પ્રકારની ભાભી રાખડીઓ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. ખાસ કરીને આ રાખડીઓમાં પર્લ અને લટકણનો ઉપયોગ લુંબા રાખીમાં પર્લ અને લટકણનો ક્રેઝ વધી રહ્યો છે. આનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી લુંબા રાખી અનેક રંગ અને ડિઝાઇનમાં મળે છે.
મેચિંગ લુંબાની શોખીન માનુનીઓ તેમના ડ્રેસને મેચિંગ હોય પર્લ તેમજ લટકણનો ઉપયોગ કરીને બનાવેલી લુંબા રાખડીની પસંદગી કરે છે. જડતર લુંબા ગ્લેમર લુક આપે છે. આ સ્ટાઇલની લુંબા રાખડીમાં સ્ટોન, પર્લ અને અમેરિકન ડાયમંડનો ઉપયોગ થાય છે. રક્ષાબંધન પછી આ જડતર લુંબાને કુર્તી તેમજ ટ્રેડિશનલ ડ્રેસ પર પહેરી શકાય છે. ટ્રેડિશનલ લુંબા લુંબા રાખડી પહેલાં પરંપરાગત રીતે રેશમના દોરાથી બનાવવામાં આવતી હતી. જોકે હવે એનો ગ્લેમરસ લુક વધારે લોકપ્રિય છે. પરંપરાગત લુંબા બનાવવા માટે સોના અને ચાંદીનો ઉપયોગ પણ કરી શકાય છે.
જનોઈ બદલવાની પરંપરા-
મહારાષ્ટ્રમાં શ્રાવણી પૂનમના દિવસને નાળિયેર પૂનમ તરીકે ઉજવાય છે. આ દિવસે મરાઠી લોકો નદી કે સમુદ્રના કિનારે જઈ જનોઈ બદલે છે અને સમુદ્રની પૂજા કરે છે. આ દિવસે કેટલાક આદિવાસી ઝાડની પણ પૂજા કરે છે અને તેને રાખડી બાંધી અને તે લીલાછમ રહે તેવી પ્રાર્થના કરે છે.