પ્રદોષ વ્રત અને સોમવારનો શુભ સંયોગ, શિવલિંગ પર અર્પણ કરો આ વસ્તુઓ જીવનના દુઃખ થશે દૂર
Pradosh Vrat April 2023: દર મહિનામાં બે પ્રદોષ વ્રત આવે છે. પ્રદોષ વ્રતના પાવન દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતી ની વિધિ વિધાન થી પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર સોમવાર અને પ્રદોષ વ્રતનો સંયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
Pradosh Vrat April 2023: પ્રદોષ વ્રત અને સોમવાર ભગવાન શિવની પૂજા કરવા માટે ખાસ દિવસ માનવામાં આવે છે. દર મહિનામાં બે પ્રદોષ વ્રત આવે છે. પ્રદોષ વ્રતના પાવન દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતી ની વિધિ વિધાન થી પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર સોમવાર અને પ્રદોષ વ્રતનો સંયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવતીકાલે આ સંયોગ રચાવા જઈ રહ્યો છે ત્યારે શિવજીની પૂજા આ રીતે કરવાથી જીવનના દુઃખ દર્દ દૂર થાય છે.
આ પણ વાંચો:
સપનામાં વારંવાર દેખાય છે અલગ અલગ રીતે સાપ તો થઈ જજો સતર્ક, જાણો શું છે તેનો અર્થ
બજરંગબલીને ચોલા ચઢાવતી વખતે આ 5 નિયમનું કરવું જોઈએ પાલન, જાણો સાચી રીત
રવિવારે કરેલા આ ઉપાય રાતોરાત બદલી દેશે ભાગ્ય, દુર થશે જીવનની આ સમસ્યાઓ
પૂજા વિધિ
પ્રદોષ વ્રતના દિવસે સવારે જલ્દી જાગી જવું અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ત્યાર પછી ઘરના મંદિરમાં દીવો પ્રજવલિત કરવો અને વ્રત કરવાનું સંકલ્પ કરવું. ત્યાર પછી શિવ મંદિરમાં જઈને શિવજીનું ગંગાજળ થી અભિષેક કરવો અને તેમને પુષ્પ અર્પણ કરવા. સાથે જ માતા પાર્વતી અને ગણેશજીની પૂજા પણ કરવી. શિવજીને ભોગ ચડાવવો અને આ દિવસે સાત્વિક ભોજનનો જ આહાર કરવો.
શિવલિંગ પર આ વસ્તુઓ ચડાવવાથી થાય છે લાભ
- શિવજીને પ્રસન્ન કરવા હોય તો સૌથી સરળ ઉપાય છે કે સોમવારના દિવસે શિવલિંગ પર જળ ચડાવો.
- શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવી હોય તો શિવલિંગનો દૂધથી અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે.
- જીવનમાં સ્થિરતા આવે તે માટે પૂજા કરતી વખતે શિવલિંગ ઉપર દહીં ચડાવવું જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર આમ કરવાથી વ્યક્તિ તેના જીવનમાં પરિપક્વ બને છે.
- ધન સંબંધિત સમસ્યા દૂર કરવી હોય તો પ્રદોષ વ્રતના દિવસે શિવલિંગ ઉપર દેશી ઘી અર્પણ કરવું. સાથે જ શિવલિંગને ચંદન થી તિલક કરવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)