Propose Day 2023 Astrology: આ રાશિવાળાઓ માટે આજનો દિવસ ખુબ રહેશે લકી, કહી નાખો તમારા મનની વાત
Propose Day 2023 Astrology: આજનો આ દિવસ કેટલીક રાશિના જાતકો માટે એકદમ ખાસ રહેવાનો છે. લવલાઈફમાં સફળતા મળશે. પતિ અને પત્ની વચ્ચેના સંબંધ મજબૂત થશે. કેટલીક રાશિના જાતકો પોતાના મનની ભાવનાઓ ખુલીને કહી શકશે. જાણો તમામ 12 રાશિના જાતકોનું લવ રાશિફળ...
Propose Day 2023 Rashifal: ગઈ કાલથી એટલે કે 7મી ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન વીકની શરૂઆત થઈ ગયો. ગઈ કાલે રોઝ ડે હતો અને આજે પ્રપોઝ ડે છે. આજનો આ દિવસ કેટલીક રાશિના જાતકો માટે એકદમ ખાસ રહેવાનો છે. લવલાઈફમાં સફળતા મળશે. પતિ અને પત્ની વચ્ચેના સંબંધ મજબૂત થશે. કેટલીક રાશિના જાતકો પોતાના મનની ભાવનાઓ ખુલીને કહી શકશે. જાણો તમામ 12 રાશિના જાતકોનું લવ રાશિફળ...
મેષ રાશિ
આજે પાર્ટનર સાથે રોમાન્સ કરવાની તક મળી શકે છે. પતિ અને પત્ની વચ્ચેના સંબંધ વધુ મજબૂત થશે. તમે તમારી ભાવનાઓ ખુલીને કહી શકશો.
વૃષભ રાશિ
પરણિત લોકો વચ્ચે જે અણબનાવ હશે તે ખતમ થશે. પાર્ટનર તરફથી તમને ઢગલો પ્રેમ મળશે. તમે તમારા પ્રેમનો ખુલીને ઈઝહાર કરી શકશો. પ્રેમ વ્યક્ત કરવા માટે આજનો દિવસ એકદમ શુભ છે.
મિથુન રાશિ
પાર્ટનર સાથે કોઈ વાત પર ઝઘડો થઈ શકે છે. કેટલાક જાતકોને એવું લાગશે કે તમારા પાર્ટનર તમને દગો કરી રહ્યા છે. પ્રેમનો ઈઝહાર સમજી વિચારીને જ કરો.
કર્ક રાશિ
તમારા પાર્ટનર સાથે વધુને વધુ સમય વિતાવવાની કોશિશ કરો. તેનાથી તમારા સંબંધમાં પ્રેમ વધશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. પ્રપોઝ કરવા માટે સારો દિવસ છે. પાર્ટનરના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
સિંહ રાશિ
સિંગલ જાતકો માટે આજનો દિવસ એકદમ મસ્ત જોવા મળી ર હ્યો છે. આજે તમે તમારા પાર્ટનરને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરશો. પ્રેમ જીવનમાં સુખ શાંતિ રહેશે.
કન્યા રાશિ
સિંગલ જાતકોને આજે પોતાનો લવ પાર્ટનર મળી શકે છે. જો તમે કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા હોવ તો સારો સમય છે. તમારા પ્રેમ સંબંધમાં રોમાન્સ વધશે.
તુલા રાશિ
જે લોકોના સંબંધ લાંબા સમયથી ચાલી રહ્યા છે તેઓ પોતાના સંબંધને આગળ વધારવાનું વિચારી શકે છે. આજે લવ પાર્ટનરની સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
5 રૂપિયાના સિક્કાનો આ ઉપાય તમને બનાવી શકે છે કરોડપતિ, રાતોરાત ચમકી જશે કિસ્મત
શું રસોડાના નળમાંથી ટપક્યાં કરે છે પાણી? જાણો આનાથી તમને શું નુકસાન થશે
ગરીબી દૂર કરે તેવા છે આ લાલ કિતાબના અચૂક ઉપાય, દરિદ્રતાથી સો ટકા મળશે મુક્તિ
વૃશ્ચિક રાશિ
પાર્ટનર સાથે કોઈ ગેરસમજના કારણે તમારા સંબંધ ખરાબ થઈ શકે છે. આજે બગડતા સંબંધને સંભાળવાની તક મળશે. સમજદારીથી પગલું ભરો. નવા સંબંધની શરૂઆત માટે સારો દિવસ નથી.
ધનુ રાશિ
આજે તમારા પાર્ટનર તમારા મૂડને ખુશ કરી નાખશે. પાર્ટનર સાથે કોઈ પણ પ્રકારના તર્ક વિતર્ક કરવાથી બચો. પરણિત જાતકો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઈ શકે છે.
મકર રાશિ
જો તમારો તમારા પાર્ટનર સાથે કોઈ વાતે ઝઘડો ચાલી રહ્યો હશે તો તે આજે ઉકેલાઈ જશે. પાર્ટનર તરફથી ભરપૂર પ્રેમ મળશે. નવા સાથીની તલાશ આજે પૂરી થઈ શકે છે.
કુંભ રાશિ
આજે તમારી લવ લાઈફમાં કોઈ ત્રીજી વ્યક્તિ આવી શકે છે. જે કારણથી તમારા સંબંધ બગડી શકે છે. પતિ અને પત્ની વચ્ચે મનમોટાવના કારણે તણાવ મહેસૂસ કરશો. સિંગલ લોકોને તેમના પાર્ટનર મળી શકે છે.
મીન રાશિ
અપરણિત લોકો માટે આજે વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. પ્રેમનો ઈઝહાર કરવા માટે આજનો દિવસ સારો છે. આ દિવસે શરૂ થયેલો સંબંધ લાંબો સમય ટકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube