શું રસોડાના નળમાંથી ટપક્યાં કરે છે પાણી? જાણો આનાથી તમને શું નુકસાન થશે

રસોડાંમાં અગ્નિનું સ્થાન હોય છે અને ત્યાં નળ ટપકવું એટલે કે પાણી અને અગ્નિનું એક સાથે રહેવું.  અગ્નિ અને પાણીએ એક સાથે રહે ત્યારે ખૂબ મુશ્કેલીઓ ઉભી થય છે. એટલે કે જો તમારા રસોડાનો નળ લીકેજ હોય તો ઘરમાં મુશ્કેલીઓ વધી જાય છે.

શું રસોડાના નળમાંથી ટપક્યાં કરે છે પાણી? જાણો આનાથી તમને શું નુકસાન થશે

નવી દિલ્હીઃ શું તમારા ઘરે પણ રસોડાના નળમાંથી સતત પાણી ટપક્યાં કરે છે? આજે જ ચેક કરી લેજો. જો આવું થતું હશે તો વધી શકે છે તમારી મુશ્કેલીઓ. તમને થશે કે વળી રસોડાના નળ અને તમારી મુશ્કેલીઓને શું લેવાદેવા છે. પણ જાણવા જેવી છે આ વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલી મહત્ત્વની વાત. આપણે ક્યારેક આપણા વડીલો પાસેથી સાંભળ્યું હશે કે, પાણીના નળમાંથી પાણી ટપકે તો લક્ષ્મી જાય છે. એટલે કે તે ઘરમાં આર્થિક તૂટ પડે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે માનવામાં આવે છે કે, જ્યાં નળમાંથી પાણી ટપકે છે ત્યારે ખોટા ખર્ચા વધુ થાય છે. આમ પણ ઘરના રસોડાનો નળ ટપકતો હોય તો ખૂબ ખરાબ માનવામાં આવે છે.

રસોડાંમાં અગ્નિનું સ્થાન હોય છે અને ત્યાં નળ ટપકવું એટલે કે પાણી અને અગ્નિનું એક સાથે રહેવું.  અગ્નિ અને પાણીએ એક સાથે રહે ત્યારે ખૂબ મુશ્કેલીઓ ઉભી થય છે. એટલે કે જો તમારા રસોડાનો નળ લીકેજ હોય તો ઘરમાં મુશ્કેલીઓ વધી જાય છે.

થાય છે આર્થિક નુકસાન:
નળમાંથી પાણી ટપકવાના કારણે ઘણા બધા અન્ય નુકાસાનો ઘરમાં રહેતા સભ્યોને ભોગવવા પડે છે. જેમ કે પરિવારના સભ્યનું વારંવાર બીમાર પડવું. વ્યાપારમાં નુકસાન અથવા ઘરમાં કોઈ વસ્તુ તૂટી જવાથી કે ફૂટી જવાથી રૂપિયાનો વ્યય થાય છે.

નારાજ થાય છે વરૂણદેવ:
પાણી એ દરેક લોકોની જરૂરિયાત છે. પાણી દરેક લોકોએ સમજીને અને સાચવીને જ વાપરવું જોઈએ પાણી એ અ પ્રાપ્ય જથ્થો છે. તે આપણને કૃદરતે આપેલી અમૂલ્ય ભેટ છે તેનો વ્યય કરીયે તો કૃદરત આપણાથી નારાજ થાય છે. પાણીનો ખોટો ઉપયોગ કરવાથી વરૂણ દેવ નારાજ થાય છે જેથી દોષ ઉત્પન્ન થાય છે અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. જો તમારા ઘરમાંથી કે રસોડામાંથી પાણી ટપકે છે તો તેને ઝડપથી સરખો કરાવી લેવો જોઈએ. 

(નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી જનરલ માન્યતાઓ પર આધારિત છે. ઝી24કલાક આની પુષ્ટી કરતું નથી.)

Trending news