Rath Yatra 2023: દેશભરમાં દર વર્ષે રથયાત્રાનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. માત્ર જગન્નાથ પુરીમાં જ નહીં પરંતુ દેશભરના શહેરોમાં રથયાત્રા કાઢવામાં આવે છે. જોકે રથયાત્રાનું વિશેષ મહત્વ જગન્નાથપુરીમાં જોવા મળે છે.  ભગવાન જગન્નાથ ભગવાન વિષ્ણુના અવતાર છે અને જગન્નાથપુરીમાં તેમને બ્રહ્માંડના ભગવાન તરીકે પૂજવામાં આવે છે. અહીં ભગવાન જગન્નાથનો સુપ્રસિદ્ધ મંદિર પણ આવેલું છે. દર વર્ષે અષાઢ મહિનાની શુક્લ પક્ષની બીજના દિવસે રથયાત્રાની શરૂઆત થાય છે. દેશ-વિદેશથી લાખો ભક્તો જગન્નાથપુરીની રથયાત્રાના સાક્ષી બનવા અહીં પહોંચે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


21 દિવસ દરમિયાન આ રાશિના લોકો ભેગું કરશે ખોબલે ખોબલે ધન, મંગળ વરસાવશે આશીર્વાદ


બસ 6 દિવસ... સાતમા દિવસથી આ 5 રાશિના જાતકોનુ ખુલી જશે ભાગ્ય, ધનના થશે ઢગલા


Budh Gochar 2023: 1 વર્ષ પછી મિથુન રાશિમાં પ્રવેશ કરશે બુધ, આ 3 રાશિને મળશે અપાર ધન


રથયાત્રાનું ધાર્મિક મહત્વ


ધાર્મિક ગ્રંથો અનુસાર જે પણ વ્યક્તિ ભગવાનની રથયાત્રા ઉત્સવ દરમિયાન હાજરી આપે છે અને ભગવાનના દર્શન કરે છે તેના બધા જ પાપ દૂર થઈ જાય છે. સાથે જ એવો ઉલ્લેખ પણ મળે છે કે રથયાત્રાનો જે ભાગ બને છે તે વ્યક્તિને ભગવાન વિષ્ણુ સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે. 
 


રથની દોરી પકડવી અતિ શુભ


જગન્નાથપુરીમાં રથયાત્રાનો તહેવાર 15 દિવસ સુધી ચાલે છે. રથયાત્રાના ઘણા દિવસો પહેલા જ રથનું નિર્માણ કાર્ય શરૂ થઈ જાય છે. રથની ખેંચવા માટેની દોરી પણ વિશેષ રીતે બનાવવામાં આવી હોય છે. રથયાત્રા દરમિયાન આ દોરીને સ્પર્શ કરવો પણ અતિશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન સ્વયમ રથ પર બિરાજે છે. 


આ સિવાય આ એક માત્ર સમય હોય છે જ્યારે મંદિર પરિસરની બહાર ત્રણેય મૂર્તિઓ ભ્રમણ કરે છે. તેવામાં રથની દોરીને ખેંચવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ રથને ખેંચે છે અથવા તો દોરીને સ્પર્શ કરે છે તે વ્યક્તિને તેના જીવનના બધા જ પાપથી ભગવાન જગન્નાથ મુક્ત કરે છે. સાથે જ તેને જીવન ચક્રથી મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)