રાહુ-મંગળની અશુભ યુતિ ખતમ, હવે આ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ શરૂ, અપાર ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠા મળશે
મીન રાશિમાં માયાવી ગ્રહ રાહુ અને ગ્રહોના સેનાપતિ મંગળની અશુભ યુતિ બની હતી જેનાથી અશુભ યોગનું નિર્માણ થયું હતું. હવે મંગળ ગ્રહે પોતાની સ્વરાશિ મેષમાં પ્રવેશ કરી લીધો છે જેનાથી આ અશુભ યુતિ ખતમ થઈ ગઈ છે. આવામાં હવે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. કરિયર અને વેપારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે...
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો એક નિશ્ચિત સમયગાળે રાશિ પરિવર્તન કરીને અન્ય ગ્રહો સાથે યુતિ બનાવે છે. જેની અસર દેશ દુનિયા સહિત માનવ જીવન પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે મીન રાશિમાં માયાવી ગ્રહ રાહુ અને ગ્રહોના સેનાપતિ મંગળની અશુભ યુતિ બની હતી જેનાથી અશુભ યોગનું નિર્માણ થયું હતું. હવે મંગળ ગ્રહે પોતાની સ્વરાશિ મેષમાં પ્રવેશ કરી લીધો છે જેનાથી આ અશુભ યુતિ ખતમ થઈ ગઈ છે. આવામાં હવે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. કરિયર અને વેપારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે...
મીન રાશિ
રાહુ અને મંગળની યુતિ ખતમ થવાથી તમારા માટે સારા દિવસો શરૂ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિમાં જ બની હતી. હવે તમને તણાવથી મુક્તિ મળશે. આ સાથે જ તમને ભાગ્યનો ભરપૂર સાથ મળી શકે છે. જે લોકો ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોય તેમના માટે સમય સારો રહેશે. અટકેલા કાર્યો પાર પડશે. આ સમય દરમિયાન દેશ વિદેશમાં પ્રવાસ પણ કરી શકો છો. જે ભવિષ્યમાં લાભકારી રહેશે. આ સાથે જ આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. વિચારેલા કાર્યો પૂરા થઈ શકે છે.
મેષ રાશિ
રાહુ અને મંગળની યુતિ ખતમ થવાથી તમને ખુબ લાભ થઈ શકે છે. માન સન્માન અને પદ પ્રાપ્તિ થઈ શકે છે. લોકપ્રિયતામાં વધારો થશે. લગ્નજીવન પર સારી એવી અસર પડશે. જે લોકો ભાગીદારીમાં વેપાર કરે છે તેમને ડબલ ફાયદો થશે. નોકરીયાતોને પદોન્નતિના યોગ છે. જો તમે વેપારી હોવ તો તમને સારો એવો ધનલાભ થઈ શકે છે. નવી નોકરી શોધી રહ્યા હોવ તો સારી તક મળી શકે છે. રોકાણથી લાભ થશે.
વૃષભ રાશિ
રાહુ અને મંગળની યુતિ ખતમ થવાથી તમને કરિયર અને વેપારમાં પ્રગતિ થઈ શકે છે. આ દરમિાયન તમારી આવક પહેલા કરતા સારી થશે. નોકરીમાં સફળતા અને અનેક શુભ તકો મળી શકે છે. પ્રમોશનના પણ યોગ છે. તમારી વિચારેલી યોજનાઓમાં સફળતા મળશે. કામકાજ સંબંધિત મુસાફરી કરી શકો છો. ધનનું સેવિંગ કરવામાં સફળ થશો. પરિણીતોનું લગ્નજીવન શાનદાર રહેશે. જીવનસાથીની પ્રગતિ પણ થઈ શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)