એક દાયકા બાદ માયાવી ગ્રહ અને શુક્રની બનશે યુતિ, વૃષભ સહિત 3 રાશિવાળાને બંપર ધનલાભ કરાવશે
આ યુતિ 12 વર્ષ બાદ બનશે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમને આ સમય દરમિયાન આકસ્મિક ધનલાભ અને પ્રગતિના પ્રબળ યોગ છે. જાણો આ લકી રાશિઓ વિશે...
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરતા હોય છે જેની અસર તમામ 12 રાશિઓ પર પડે છે. હાલ રાહુ ગ્રહ મીન રાશિમાં ભ્રમણ કરે છે. આ સાથે જ માર્ચ મહિનો શરૂ થતા શુક્ર ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જેનાથી મીન રાશિમાં રાહુ અને શુક્ર ગ્રહની યુતિ બનવા જઈ રહી છે. આ યુતિ 12 વર્ષ બાદ બનશે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમને આ સમય દરમિયાન આકસ્મિક ધનલાભ અને પ્રગતિના પ્રબળ યોગ છે. જાણો આ લકી રાશિઓ વિશે...
વૃષભ રાશિ
તમારા માટે રાહુ અને શુક્રની યુતિ ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી આવક અને લાભના સ્થાન પર બનવા જઈ રહી છે. આથી આ સમયગાળામાં તમને જબરદસ્ત આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ સાથે જ આવકના નવા સ્ત્રોત પણ ઊભા થશે. શુક્રના પ્રભાવથી તમારા સુખના સાધનોમાં વધારો થશે. આર્થિક પક્ષ મજબૂત થશે. સેવિંગ્સ વધી શકે છે. સમયગાળામાં રોકાણથી લાભના યોગ છે. વેપારી વર્ગ કોઈ મોટી વ્યવસાયિક ડીલ કરી શકે છે. જેનો ભવિષ્યમાં લાભ મળશે.
ધનુ રાશિ
રાહુ અને શુક્રનો સંયોગ ધનુ રાશિના જાતકોને અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના ચોથા ભાવ પર બનવા જઈ રહી છે. આથી આ સમય તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. માતા પિતા કે તેમના સંબંધીઓ દ્વારા તમને લાભ થઈ શકે છે. આર્થિક ઉન્નતિ માટે આ મહિનો ફળદાયી રહેશે. જે લોકોનું કામ-કારોબાર પ્રોપર્ટી, રિયલ એસ્ટેટ અને મેડિકલ લાઈન સાથે જોડાયેલો છે તેમને લાભ થઈ શકે છે. કોઈ પ્રોપર્ટી કે વાહન ખરીદી શકો છો.
મિથુન રાશિ
તમારા માટે રાહુ અને શુક્રની યુતિ ખુબ ફળદાયી સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના કર્મભાવ પર બની રહી છે. આથી આ સમય તમને કામકાજમાં સારો લાભ મળી શકે છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને આ દરમિયાન જોબની નવી તકો મળી શકે છે. આ દરમિયાનતમે જો નોકરીમાં બદલાવ માટે પ્રયત્નશીલ હોવ તો આ મહિને સફળ થશો. આ સાથે જ તમને પૈતૃક સંપત્તિનો લાભ મળશે. જે વેપારી વર્ગ છે તેમને આ સમય દરમિયાન આકસ્મિક ધનલાભ થઈ શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube