નવી દિલ્હીઃ Rahu Rashi Parivartan 2023: કેતુની જેમ રાહુને પણ એક છાયા ગ્રહ માનવામાં આવે છે. છાયા ગ્રહ હોવા છતાં રાહુ-કેતુ દરેક રાશિના જાતકો પર અસર પાડે છે. આ કારણ છે કે લોકો રાહુ-કેતુનું નામ સાંભળતા ડરી જાય છે. હંમેશા લોકોને લાગે છે કે રાહુલ-કેતુ હંમેશા નકારાત્મક પ્રભાવ પાડે છે, પણ તેવું નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ-કેતુ રાશિ પરિવર્તન કરી કેટલાક જાતકો પર સકારાત્મક પ્રભાવ પણ પાડે છે. આ વર્ષે રાહુલ મંગળ ગ્રહની રાશિ મેષને 30 ઓક્ટોબર બપોરે 2 કલાક 13 મિનિટ પર છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે. રાહુના રાશિ પરિવર્તનથી કેટલાક જાતકોને જબરદસ્ત લાભ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિઃ જ્યોતિષ પ્રમાણે આ વર્ષે રાહુલ ગોચર મેષ રાશિના જાતકોને લાભ આપશે. રાહુ મેષ રાશિના જાતકો માટે શુભ પરિણામ લઈને આવશે. તેને આર્થિક લાભ પ્રાપ્ત થશે જેથી તેની આર્થિક સ્થિતિ મજબૂત થશે. સાથે આ જાતકોને નોકરીમાં અવિશ્વસનીય સફળતા પ્રાપ્ત થશે. રાહુના આ ગોચરથી મેષ રાશિના લોકોની પ્રતિષ્ઠા પણ વધશે. 


આ પણ વાંચોઃ બુદ્ધ પૂર્ણિમા પર વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, 3 રાશિનું ભાગ્ય ચમકી જશે, ધન લાભ થશે


કર્ક રાશિઃ રાહુના આ ગોચરથી કર્ક રાશિના જાતકોને પણ લાભ પ્રાપ્ત થશે. કર્ક રાશિના જાતકોને વ્યવસાયમાં આ દરિયાન પ્રગતિ પ્રાપ્ત થશે અને આ જાતક પોતાના માટે ઘર કે વાહન ખરીદી શકે છે. પરંતુ આ જાતકોને સલાહ આપવામાં આવે છે કે ધૈર્ય બનાવી રાખે. કર્ક રાશિના જાતકોને અટવાયેલા કામ પણ પૂરા થશે. 


મીન રાશિઃ રાહુના આ ગોચરથી ત્રીજી અને છેલ્લી રાશિ જેને વિશેષ લાભ મળશે તે છે મીન રાશિ. આ દરમિયાન મીન રાશિના જાતકોને વિશેષ લાભ પ્રાપ્ત થશે અને તેને આર્થિક સફળતા મળશે. જો તમે પૂર્વમાં કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો આ સમયગાળામાં તમને તમારૂ ધન પરત મળશે. કરિયરને લઈને પ્રગતિ થશે. સાથે આ દરમિયાન તમને શુભ સમાચાર મળી શકે છે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube