Rahu Gochar: 30 ઓક્ટોબરે રાહુ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે. રાહુ મીન રાશિમાં પ્રવેશ કરશે અને રાશિચક્રની કેટલીક રાશિઓના લોકોના જીવનમાં ઊથલપાથલ સર્જાઈ જશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોના જીવનમાં સૌથી વધુ અસર જોવા મળશે. આ રાશિના લોકોના પારિવારિક સમીકરણો બદલાઈ જશે. સાથે જ તેમને એક પછી એક સમસ્યાઓનો સામનો કરવો પડશે. તો ચાલો તમને વિગતવાર જણાવીએ કે રાહુના રાશિ પરિવર્તનની અસર આ ત્રણ રાશિઓ પર કેવી રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ ખરાબ આદતોના કારણે આવે છે બ્રેન સ્ટ્રોક, લાઈફસ્ટાઈલમાં આ ફેરફાર કરવાથી બચી જશે જીવ


Muscle Pain: ગરબા રમી રમીને શરીરમાં થાય છે દુખાવા ? તો આ ઉપાયોથી તુરંત મળશે રાહત


પેટમાં ગેસના કારણે થાય છે દુખાવો ? તો રસોડાની આ 5 વસ્તુઓમાંથી ટ્રાય કરો કોઈ એક


કર્ક રાશિ 
 
કર્ક રાશિના લોકોએ એક વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. તમારે તમારા પિતા સાથે સમય વિતાવવો જોઈએ. તેમની સાથે રહેવાથી તમને સલામતીનો અનુભવ થશે. તમારા પિતાનું સન્માન કરો. કારણ કે તેમની સાથે તમારા સંબંધો બગડવાની શક્યતા છે. લાંબી મુસાફરીની શક્યતા જોવા મળી રહી છે. દાદાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. તેમની તબિયત પણ બગડી શકે છે.


સિંહ રાશિ 


સિંહ રાશિના જાતકોને અનેક પ્રકારના અવરોધોનો સામનો કરવો પડી શકે છે. તમારા જીવનસાથીને આર્થિક લાભ મળવાની સંભાવના જણાય છે. જો તમારા જીવનસાથી કારકિર્દીના ક્ષેત્રમાં સક્રિય છે તો સફળતા મળવાની સંભાવના છે. તમારા મનને સક્રિય રાખો અને કોઈના કહેવાથી ગેરમાર્ગે દોરાવાનું  ટાળો. રવિવારે રુદ્રાભિષેક કરો.


કન્યા રાશિ 


કન્યા રાશિના પરિણીત લોકોએ મે 2025 સુધી પોતાના જીવનસાથી સાથેના સંબંધોમાં ખાસ કાળજી લેવી જોઈએ. કારણ કે મીન રાશિમાં રાહુનું પરિવર્તન જીવનસાથીને સમસ્યા આપી શકે છે. ગ્રહો તમારા જીવનસાથીને થોડા નિરંકુશ બનાવવાનું કામ બનાવશે. તે અલગથી તેમની દલીલો આપવાનું શરૂ કરશે. આવી દલીલો વૈવાહિક જીવનને અસર કરશે અને તેમની સાથે બિનજરૂરી વિવાદ વધવાની સંભાવના છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)