Rahu Gochar 2023: આ વર્ષના અંત સુધીમાં અનેક મહત્વપૂર્ણ ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. વર્ષની શરૂઆતમાં જ્યાં શનિ અને ગુરુ ગોચર કરી ચૂક્યા છે ત્યાં હવે રાહુનો રાશિ પરિવર્તનનો સમય નજીક આવી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને પાપી, માયાવી અને છાયા ગ્રહ માનવામાં આવે છે. તે જે જાતકની કુંડળીમાં અશુભ સ્થિતિમાં હોય છે તેના માટે ભ્રમની સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે. જેના કારણે તે અનેક પ્રકારની ખોટી સંગત અને કામોમાં ફસાઈ જાય છે. આ જ કારણ છે કે લોકો રાહુનું નામ લેતા પણ ખચકાય છે. જો કે રાહુ હંમેશા અશુભ ફળ જ આપે એવું પણ નથી. જ્યારે કોઈની કુંડળીમાં રાહુ મજબૂત સ્થિતિમાં હોય તો તે વ્યક્તિને રાહુ ખુબ એશ કરાવે છે. આવા લોકોને ખુબ માન સન્માન અને પૈસો મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુ ગોચર
રાહુ 30 ઓગસ્ટ 2023ના બપોરે 12 વાગ્યાના 30 મિનિટ પર મેષ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરશે. તેનો મીન રાશિમાં પ્રવેશ વક્રી ચાલમાં રહેશે. રાહુના આ રાશિ પરિવર્તનથી આમ તો તમામ 12 રાશિઓને અસર થશે પરંતુ 3 રાશિવાળા પર તેની ખુબ શુભ અસર થશે. જાણો આ લકી રાશિઓ વિશે. 


મીન રાશિ
રાહુ ઓક્ટોબર 2023માં મીન રાશિમાં પ્રવેશ કરશે. આવામાં આ રાશિવાળા લોકોને પણ ખુબ ફાયદો થાય તેવી શક્યતા છે. કરિયરમાં પ્રગતિના યોગ બનશે. જેનાથી આર્થિક સ્થિતિ ખુબ સારી રહેશે. આ દરમિયાન તમારા પૈસા ક્યાંક અટકેલા હશે તો તે પણ પાછા મળવાની શક્યતા છે. 


મેષ રાશિ
રાહુના મીન રાશિમાં પ્રવેશથી મેષ રાશિના જાતકોને પણ ખુબ ફાયદો થશે. તેમના માટે આ ગોચર ખુબ ફાયદાકારક રહેવાનું છે. તેનાથી મેષ રાશિના જાતકોને ધનલાભ થશે, જેનાથી વર્ષના અંત સુધીમાં તેમની આર્થિક સ્થિતિ  ખુબ મજબૂત થશે. આ સાથે જ નોકરીયાતો માટે પણ આ ગોચર ખુબ ફાયદાકારક રહેશે. તેમને નોકરીમાં પ્રગતિ થશે જેનાથી માનસન્માનમાં વધારો થશે. 


કર્ક રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ ગોચરથી કર્ક રાશિવાળાને અનેક પ્રકારના શુભ પરિણામ મળશે. આ રાશિવાળાના લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. રાહુ તમને નવું ઘર અને વાહન ખરીદવાનું સપનું પૂરું કરવામાં મદદ કરશે. બિઝનેસમાં નફો કરાવશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)