Raksha Bandhan 2024: રક્ષાબંધન પર વર્ષો પછી સર્જાશે અદ્ભુત સંયોગ, આ રાશિવાળા ભાઈ-બહેનને થશે જબરદસ્ત લાભ
Raksha Bandhan 2024: આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટ અને સોમવારે ઉજવવામાં આવશે. રક્ષાબંધનના દિવસે શિવજીનો પ્રિય સોમવાર આવી રહ્યો છે. આ સિવાય રક્ષાબંધનના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, ઘનિષ્ઠા નક્ષત્ર અને રવિ યોગ બની રહ્યા છે. રક્ષાબંધનના આ શુભ યોગનો સંયોગ કેટલીક રાશિવાળા લોકો માટે શુભ સાબિત થશે.
Raksha Bandhan 2024: રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમની તિથિએ ઉજવાય છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને તેની લાંબી ઉંમરની કામના કરે છે અને સાથે જ ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. ભાઈ-બહેનના પ્રેમનો પ્રતીક રક્ષાબંધન ખાસ તહેવાર હોય છે અને આ વર્ષની રક્ષાબંધન અદભુત યોગના કારણે વધારે ખાસ બનવાની છે. દાયકાઓ પછી રક્ષાબંધન પર અદભુત સંયોગ બનવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો: આ અઠવાડિયે સૂર્યની જેમ ચમકશે 4 રાશિઓનું કરિયર, સુખ વધશે, વાંચો સાપ્તાહિક રાશિફળ
આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટ અને સોમવારે ઉજવવામાં આવશે. રક્ષાબંધનના દિવસે શિવજીનો પ્રિય સોમવાર આવી રહ્યો છે. આ સિવાય રક્ષાબંધનના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, ઘનિષ્ઠા નક્ષત્ર અને રવિ યોગ બની રહ્યા છે. રક્ષાબંધનના આ શુભ યોગનો સંયોગ કેટલીક રાશિવાળા લોકો માટે શુભ સાબિત થશે.
રક્ષાબંધનની ભાગ્યશાળી રાશિઓ
આ પણ વાંચો: 14 ઓગસ્ટથી આ 3 રાશિવાળા ભોગવશે જીવનનું દરેક સુખ, ગુરુ-મંગળની યુતિ કરી દેશે માલામાલ
વૃષભ રાશિ - રક્ષાબંધનનો પર્વ વૃષભ રાશિના લોકો માટે શુભ સાબિત થવાનો છે. આ રાશિના વેપારીઓને નફો થશે. વેચાણ વધશે. નોકરી કરતા લોકોને નવી તક મળી શકે છે. અટકેલા કામ પુરા થશે. સંબંધોમાં પ્રેમ વધશે.
કન્યા રાશિ - કન્યા રાશિના લોકો માટે રક્ષાબંધનનો તહેવાર કારકિર્દીમાં પ્રગતિ કરાવનાર હશે. શાસન અને સત્તા સાથે જોડાયેલા લોકોને લાભ થશે. ઘરમાં ખુશહાલી આવશે.
આ પણ વાંચો: ખરાબમાં ખરાબ સમય પણ ટળી જશે, અજમાવો લાલ કિતાબના આ 7 ચમત્કારી ટોટકામાંથી કોઈ 1
ધન રાશિ - ધન રાશિના વેપારીઓને રક્ષાબંધન લાભ કરાવશે. નોકરી કરતા લોકોને પણ લાભ થશે. વિદેશ જવાના યોગ પણ બનશે.
મીન રાશિ - મીન રાશિના લોકોના અટકેલા કામ રક્ષાબંધનથી પૂરા થવા લાગશે. વ્યવસાયમાં બમ્પર નફો થવાના યોગ છે. નવા કામની શરૂઆત કરવાના યોગ પણ બની રહ્યા છે. આ સમય દરમિયાન શરૂ કરેલું કામ સફળ થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)