Guru Mangal Yuti: 14 ઓગસ્ટથી આ 3 રાશિવાળા ભોગવશે જીવનનું દરેક સુખ, ગુરુ-મંગળની યુતિ કરી દેશે માલામાલ
Guru Mangal Yuti: ઓગસ્ટ મહિનામાં 14 ઓગસ્ટે ગુરુ અને મંગળ પોતાની યુતિ દ્રષ્ટિથી વિશેષ યોગ બનાવશે. જેની પોઝિટિવ અસર 3 રાશિના જાતકોના જીવન પર પડવાની સંભાવના છે. તો ચાલો તમને જણાવીએ કઈ છે એ 3 રાશિ..
Trending Photos
Guru Mangal Yuti: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે બૃહસ્પતિ અને મંગળનો કોઈપણ યોગ સર્જાય છે તો તેની અસર દૂરગામી અને સ્થાયી હોય છે. દેવ ગુરુ બૃહસ્પતિ ધર્મ, જ્ઞાન, ધન, વૈવાહિક, સુખ, આધ્યાત્મિક વિકાસ અને સમાજમાં પ્રતિષ્ઠાનો કારક ગ્રહ છે. જ્યારે મંગળ ઉર્જા, ભૂમિ, ભાઈ, સાહસ, વાહન વગેરેનો સ્વામી ગ્રહ છે. બુધવાર અને 14 ઓગસ્ટ 2024 ની સાંજે 8 કલાક અને 47 મિનિટે મંગળ અને ગુરુ એકબીજાથી ઝીરો ડિગ્રી પર થઈ પોતાની યુતિથી દ્રષ્ટિ યોગ બનાવશે. આ યોગની અસર કેટલીક રાશિના લોકો માટે નકારાત્મક તો કેટલીક માટે સકારાત્મક રહેશે. 3 રાશિ એવી છે જેમના માટે આ યોગ અનુકૂળ સિદ્ધ થશે.
ગુરુ મંગળનો દ્રષ્ટિ યોગ આ 3 રાશિઓ માટે શુભ
કન્યા રાશિ
ગુરુ અને મંગળના દૃષ્ટિ યોગથી કન્યા રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે. કાર્યક્ષેત્રમાં સારા ફળ મળશે. ધન અને ભૌતિક સુખના સાધનોની પ્રાપ્તિ થશે. કામથી બધા જ પ્રસન્ન રહેશે. વિરોધીઓને ઓળખી શકશો. અટકેલા કામ પુરા થશે. વધારાના ખર્ચથી છુટકારો મળશે. ધન લાભ થઈ શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના લોકોને પણ મંગળ અને ગુરુનો દૃષ્ટિ યોગ વિશેષ લાભ કરાવે તેવી સંભાવના. લાંબા સમયથી અટકેલા કામમાં પ્રગતિ થશે. શિક્ષાના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને લાભ થશે. શેર માર્કેટમાંથી સારું રિટર્ન મળશે. વેપારમાં લાભ વધવાની સંભાવના. કોઈ મિત્રની સહાયતાથી સમસ્યાનું સમાધાન આવશે. સિંગલ લોકોને લાઇફ પાર્ટનર મળી શકે છે.
ધન રાશિ
આર્થિક સ્થિતિ સારી હશે. રોકાણ માટે લાભકારી સમય. શેર માર્કેટથી સારું રિટર્ન મળી શકે છે. વેપારમાં રોકાણથી લાભ મળી શકે છે. કોર્ટ કચેરીના કામમાં લાભ થશે. સંપત્તિ સંબંધિત વિવાદ પૂરો થવાની સંભાવના. વાહનની ખરીદી થઈ શકે છે. ઓફિસમાં બોસનો સહયોગ મળશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે