આજે ગુરુવાર અને કામિકા એકાદશીનો દુર્લભ સંયોગ, ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચનાને પાપથી મળશે મુક્તિ
Kamika Ekadashi 2023: હિંદુ ધર્મમાં કામિકા એકાદશીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને ઉપવાસ રાખવાથી ભક્તોને પાપ કર્મથી મુક્તિ મળે છે. આ વ્રત રાખનાર પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. આ વ્રતના ફળ સ્વરુપ વ્યક્તિને પાપ કર્મોથી મુક્તિ મળે છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે.
Kamika Ekadashi 2023: આમ તો દર મહિનામાં બે એકાદશીની તિથિ આવે છે. આ તિથિ પર વ્રત રાખવામાં આવે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી એકાદશીમાંથી એક એકાદશી કામિકા એકાદશી તરીકે છે. આ વર્ષે કામિકા એકાદશીનું વ્રત ગુરુવાર અને 13 જુલાઈ 2023 ના રોજ રાખવામાં આવશે.
હિંદુ ધર્મમાં કામિકા એકાદશીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને ઉપવાસ રાખવાથી ભક્તોને પાપ કર્મથી મુક્તિ મળે છે. આ વ્રત રાખનાર પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. આ વ્રતના ફળ સ્વરુપ વ્યક્તિને પાપ કર્મોથી મુક્તિ મળે છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો:
Shukra Vakri: વક્રી શુક્ર આ 3 રાશિના લોકોને આપશે બેશુમાર પૈસો, દરેક કાર્યમાં થશે સફળ
Nail Cutting: આ દિવસે નખ કાપવાથી કારર્કિદીમાં મળે છે સફળતા, ઘરમાં જળવાઈ છે સમૃદ્ધિ
સૂર્યનું ગોચર આ 4 રાશિના લોકો માટે અતિશુભ, 1 મહિનામાં જીવનમાં આવશે મોટું પરિવર્તન
કામિકા એકાદશી 2023 નું મુહૂર્ત
એકાદશી પ્રારંભ: બુધવાર 12 જુલાઈ 2023 સાંજે 05:59 કલાકથી
એકાદશી સમાપન: ગુરુવાર 13 જુલાઈ 2023 સાંજે 06:24 વાગ્યે
કામિકા એકાદશી વ્રતના પારણા: શુક્રવાર 14 જુલાઈ 2023
એકાદશીનો દુર્લભ સંયોગ
એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેમાં પણ આ એકાદશી ખાસ એટલા માટે છે કે તે ગુરુવારના રોજ ઉજવાશે. ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે ઉત્તમ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ગુરુવારે કામિકા એકાદશીનું વ્રત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ સાથે જ કામિકા એકાદશીના દિવસે કૃતિકા અને રોહિણી નક્ષત્રનો પણ શુભ સંયોગ બની રહ્યો છે. જેના કારણે આ એકાદશી વ્રતનું મહત્વ અનેકગણું વધી જાય છે. આવો સંયોગ ઘણા વર્ષો પછી સર્જાય છે. એવું માનવામાં આવે છે કે કામિકા એકાદશીનું વ્રત કરવાથી ભક્તને અશ્વમેધ યજ્ઞ કર્યા જેવું જ ફળ મળે છે અને ભગવાન વિષ્ણુની કૃપા તેના પર સદા રહે છે.
કામિકા એકાદશીની પૂજા
ગુરુવારે કામિકા એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા. ત્યારબાદ ઘરના પૂજા સ્થાન પર ગંગાના જળનો છંટકાવ કરવો. ત્યારબાદ ભગવાન વિષ્ણુને હળદર અથવા ચંદનનું તિલક કરી પંચામૃત, ફળ, ફૂલ, તુલસી અર્પણ કરી સુકામેવાનો ભોગ ધરાવવો અને વિધિ અનુસાર પૂજા કરવી. પૂજા કર્યા બાદ આરતી કરવી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)