Pitru Paksha 2023: આ વર્ષે પિતૃ પક્ષમાં સર્જાશે દુર્લભ સંયોગ, 5 રાશિના લોકોને મળશે ધન અને સફળતા
Pitru Paksha 2023: આ વર્ષે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 14 ઓક્ટોબર સુધી ચાલશે. આ વખતે પિતૃ પક્ષ વધુ ખાસ છે કારણ કે 30 વર્ષ પછી પિતૃપક્ષમાં સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ એકસાથે રચાઈ રહ્યો છે. પિતૃપક્ષ પર આ બે શુભ યોગ એકસાથે રચાશે જેના કારણે 5 રાશિના લોકો માટે ખૂબ જ શુભ સમય રહેશે.
Pitru Paksha 2023: પિતૃ પક્ષ અથવા શ્રાદ્ધ પક્ષનો સમય પૂર્વજોને સમર્પિત હોય છે. આ વર્ષે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 14 ઓક્ટોબર સુધી ચાલશે. આ સમય દરમિયાન પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડ દાન અને તર્પણ કરવામાં આવે છે. આ વખતે પિતૃ પક્ષ વધુ ખાસ છે કારણ કે 30 વર્ષ પછી પિતૃપક્ષમાં સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ એકસાથે રચાઈ રહ્યો છે. પિતૃપક્ષ પર આ બે શુભ યોગ એકસાથે રચાશે જેના કારણે 5 રાશિના લોકો માટે ખૂબ જ શુભ સમય રહેશે. પિતૃ પક્ષ દરમિયાન આ રાશિના લોકોને અચાનક ધન અને મોટી સફળતા મળી શકે છે.
પિતૃ પક્ષ આ રાશિઓ માટે હશે શુભ
આ પણ વાંચો:
Pitru Paksha: પિતૃ પક્ષમાં આ વસ્તુઓની ખરીદી કરવી અતિ શુભ, પિતૃઓના મળે છે આશીર્વાદ
ગણતરીના દિવસોમાં કુંભ રાશિમાં શનિ થશે માર્ગી, 12માંથી આ 3 રાશિઓની શરુ થશે શુભ મહાદશા
રસોડામાં ભુલથી પણ આ 2 વાસણને ઊંધા ન રાખવા, છીનવાઈ જશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ
મેષ રાશિ - ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપાર વધશે. નફામાં વધારો થશે. તમને મિત્રો અને પરિવાર તરફથી પ્રેમ અને સહયોગ મળશે. તમે મોટામાં મોટા કાર્યોને પણ સરળતાથી પૂર્ણ કરી શકશો.
મિથુન રાશિ - ઓક્ટોબર મહિનો મિથુન રાશિના જાતકોને રોકાણથી લાભ કરાવશે. નવી નોકરીની ઓફર મળી શકે છે. તમારી કાર્યક્ષમતા વધશે. કરિયરમાં પ્રગતિની તક મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જીવનમાં શાંતિ રહેશે.
કર્ક રાશિ - કર્ક રાશિવાળા લોકોને નોકરીમાં ઉચ્ચ પદ મળી શકે છે. પ્રતિષ્ઠામાં વધારો થશે. વાહન કે મિલકત ખરીદવાનું સપનું પૂરું થશે. તમે તમારી અધુરી યોજનાઓ પર કામ કરશો અને સફળ થશો. આર્થિક લાભ થશે.
કન્યા રાશિ - કન્યા રાશિના જાતકોને ઓક્ટોબર મહિનામાં અણધાર્યા પૈસા મળી શકે છે. નોકરી બદલવા માટે પણ આ સારો સમય છે. તમે તમારી પસંદગીની નોકરી મેળવી શકો છો. વિવાહિત જીવન સુખી અને શાંતિપૂર્ણ રહેશે.
કુંભ રાશિ - કુંભ રાશિના લોકોની જૂની સમસ્યાઓનો અંત આવશે. તમારી ચિંતા દુર થશે જેના કારણે તમે રાહત અનુભવશો. તમારી આવકમાં વધારો થશે. તમે સારું કામ કરશો અને પ્રશંસા મળશે. તમે લાંબા સમય પછી જીવનમાં શાંતિ અનુભવશો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 kalak આની પુષ્ટિ કરતું નથી.)