Budh Vakri Gochar 2023: આજે બપોરે 2.04 વાગે બુધ મેષ રાશિમાં વક્રી થયો, ત્યારબાદ 15મી મેના રોજ સવારે 8.46 મિનિટ સુધી બુધ વક્રી ગતિથી એટલે કે ઉલ્ટી ગતિથી ગોચર કરતો રહેશે. ત્યારબાદ ફરીથી બુધ માર્ગી થઈ જશે એટલે કે સીધી ગતિથી ગોચર કરશે અને માર્ગી ગતિથી ગોચર કરીને 7 જૂન સાંજે 7.45 વાગે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આવામાં બુધના આ વક્રી ગોચરથી કઈ રાશિઓને ફાયદો થશે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
આ ગોચર તમારા પહેલા સ્થાને એટલે કે લગ્ન સ્થાન પર થાય છે. જન્મપત્રિકામાં લગ્ન એટલે કે  પહેલા સ્થાનનો સંબંધ આપણા શરીર અને મુખ સાથે છે. લગ્ન સ્થળ પર બુધના આ ગોચરથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા મુખમાંથી નીકળતી વાત પ્રભાવશાળી સાબિત થશે. આ દરમિયાન તમને ધન પ્રાપ્તિ થશે. લવમેટ્સ સાથે તમારા સંબંધોમાં મજબૂતી આવશે. શુભ ફળ સુનિશ્ચિત કરવા માટે તમારા કોઈ પણ કામને કરતા પહેલા તેની દિશા સૂચિ તૈયાર કરી લો. 


મિથુન રાશિ
બુધનું વક્રી ગોચર તમારા અગિયારમાં સ્થાને થયું છે. જન્મપત્રિકાના 11માં સ્થાનનો સંબંધ આપણી આવક અને ઈચ્છા પૂપ્તિઓ સાથે હોય છે. બુધના આ ગોચરથી તમારી આવક વધશે. આ સાથે જ તમારા સંતાનોની પ્રગતિ થશે. આ દરમિયાન તમને કઈક નવું શિખવાની તક મળશે. 15 મે સુધી તમારી કોઈ ઈચ્છા પૂરી થવાના યોગ છે. શુભ ફળ સુનિશ્ચિત કરવા માટે તાંબાનો પૈસો ગળામાં પહેરો.


સિંહ  રાશિ
બુધનું વક્રી ગોચર તમારા નવમાં સ્થાને થયું છે. જન્મપત્રિકાના નવમાં સ્થાનનો સંબધ આપણા ભાગ્ય સાથે હોય છે. બુધના આ ગોચરથી તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આર્થિક લાભની સાથે આવકમાં પણ વધારો થશે. આ સાથે જ તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આથી 15 મે સુધી ભાગ્યનો સાથ બનાવી રાખવા માટે લોઢાની લાલ રંગની ગોળી તમારી પાસે રાખો. 


કન્યા રાશિ
બુધનું વક્રી ગોચર તમારા આઠમા સ્થાને થયું છે. જન્મપત્રિકાનું આ સ્થાન આયુ સાથે સંબંધ ધરાવે છે. બુધના આ ગોચરથી શુભ ફળોની પ્રાપ્તિ માટે તમારે થોડી વધુ મહેનત કરવી પડી શકે છે. આ દરમિયાન મકાન બદલવું પડી શકે છે. 15મી મે સુધી અશુભ સ્થિતિથી બચવા માટે અને શુભ ફળ સુનિશ્ચિત કરવા માટે માટીના વાસણમાં પીસેલી સાકર કે મધ ભરીને ઉજ્જડ જગ્યાએ દબાવી દો. 


તુલા રાશિ
બુધનું વક્રી ગોચર તમારા સાતમા સ્થાને થયું છે. જન્મપત્રિકાના સાતમા સ્થાનનો સંબંધ આપણા જીવનસાથી સાથે છે. બુધના આ ગોચરના પ્રભાવથી તમારું દાંપત્ય જીવન શાનદાર રહેશે. આ દરમિયાન તમને ધનલાભ થઈ શકે છે. જે લોકો દસ્તકારી કામ સાથે જોડાયેલા છે તેમને વિશેષ લાભ થશે. આ સાથે જ જો તમારી ઉપર કોઈ કેસ ચાલુ હોય તો 15મી મે સુધી તેની દલીલો તમારા પક્ષમાં થશે. શુભ ફળ સુનિશ્ચિત કરવા માટે તમારી બહેન, ફોઈને લીલા રંગની કોઈ ગિફ્ટ આપો. 


વૃશ્ચિક રાશિ
બુધનું વક્રી ગોચર તમારા છઠ્ઠા સ્થાન પર થયેલું છે. જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનનો સંબંધ આપણા મિત્ર, શત્રુ અને સ્વાસ્થ્ય સાથે છે. બુધના આ ગોચરથી તમારા મિત્રોની યાદીમાં વધારો થશે. શત્રુ પક્ષ તમારાથી અંતર જાળવશે. તમે બીજાની મદદ કરશો. કોઈ પણ કામ ધૈર્યથી કરશો તો સફળતા મળશે. સાથે ધનલાભ પણ થશે. બુધનું આ ગોચર તમારી વાણીને પ્રભાવશાળી  બનાવશે. આથી 15મી મે સુધી શુભ ફળ સુનિશ્ચિત કરવા માટે કોઈ શુભ કાર્ય કરવા માટે ઘરની બહાર નીકળતી વખતે કન્યાને ફૂલ ગિફ્ટ કરો. 


મીન રાશિ
બુધનું આ વક્રી ગોચર બીજા સ્થાન પર થયું છે. જન્મપત્રિકાના બીજા સ્થાનનો સંબંધ આપણા ધન અને સ્વભાવ સાથે છે. બુધના આ ગોચરથી તમારા ધનકોષમાં વધારો થશે. આ સાથે જ પરિજનો માટે તે ફાયદાકારક સાબિત થશે. તમારી બૌદ્ધિક ક્ષમતા સારી થશે અને માતાનું સુખ મળશે. શત્રુઓ પર વિજય મેળવવામાં સફળ થશો. આથી વક્રી ગોચરનું શુભ ફળ સુનિશ્ચિત કરવા માટે માટીનો ખાલી ઘડો ઢાંકણું લગાવીને પાણીમાં વહાવી દો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)