March  Horoscope, March Transit: હવે માર્ચ મહિનાની શરૂઆત થવાની છે. માર્ચના મહિનામાં પાંચ ગ્રહ પોતાની ચાલ બદલવાના છે, જેનાથી આ મહિનો ખુબ ખાસ માનવામાં આવી રહ્યો છે. માર્ચની શરૂઆતમાં બુધ મીન રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ 12 માર્ચે શુક્રનો કુંભમાં પ્રવેશ થશે, તેના બે દિવસ બાદ મીનમાં સૂર્ય પ્રવેશ કરશે. મંગળ 15 માર્ચે કુંભમાં એન્ટ્રી કરશે. પછી શનિ દેવ અને બુધ અસ્તથી ઉદિત અવસ્થામાં આવી જશે. અંતમાં 31 માર્ચે શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે. 5 મોટા ગ્રહોની ચાલ બદલવાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ જશે. તેથી આવો જાણીએ માર્ચના મહિનામાં ગ્રહોની ચાલ બદલવાથી કયાં જાતકોને ફાયદો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનશે યુતિ અને રાજયોગ
માર્ચના મહિનામાં ઘણા ગ્રહોની યુતિ અને શુભ યોગનું નિર્માણ પણ થશે. બુધનું ગોચર કરવાથી રાહુ અને બુધની યુતિ બનશે. તો શુક્રની ચાલમાં ફેરફાર થવાથી શનિ-શુક્રની યુતિ બનશે. સૂર્યનું રાશિ પરિવર્તન કરવાથી બુધ અને સૂર્યની યુતિ મીન રાશિમાં બનશે, જેનાથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે.


આ પણ વાંચોઃ Mangal Gochar 2024: માર્ચમાં ગ્રહોના સેનાપતિ બદલશે પોતાની ચાલ, 4 રાશિઓનું થશે 'મંગળ'


મેષ, કર્ક, કન્યા અને વૃષભને લાભ
મેષ, કર્ક, કન્યા અને વૃષભ રાશિના જાતકો માટે માર્ચનો મહિનો ખુબ રહેવાનો છે. શનિ, શુક્ર, મંગળ, સૂર્ય અને બુધની ચાલ તમને લાભ અપાવશે. આ મહિને તમારી આર્થિક સ્થિતિ પહેલાથી સારી થશે. ધનનું આગમન થશે. કરિયર અને પ્રમોશનનો યોગ બની રહ્યો છે. લવ લાઇફ રોમેન્ટિક રહેશે. વિદેશ યાત્રા પણ સંભવ છે.


ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)