ગજબનો સંયોગ! વૃષભમાં 5 મજબૂત ગ્રહોનો જમાવડો 5 રાશિવાળાને અપાવશે રાજા જેવું સુખ, બંપર ધનલાભ કરાવશે
Jyotish Predictions: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની યુતિને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોની યુતિની તમામ 12 રાશિઓના જાતકો પર અસર પડતી હોય છે. કેટલાક રાશિવાળાને શુભ તો કેટલાકે અશુભ ફળ ભોગવવું પડે છે. હાલ વૃષભ રાશિમાં ગ્રહોનો જમાવડો થવા લાગ્યો છે.
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની યુતિને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોની યુતિની તમામ 12 રાશિઓના જાતકો પર અસર પડતી હોય છે. કેટલાક રાશિવાળાને શુભ તો કેટલાકે અશુભ ફળ ભોગવવું પડે છે. હાલ વૃષભ રાશિમાં ગ્રહોનો જમાવડો થવા લાગ્યો છે. સૂર્ય, બુધ, શુક્ર, મંગળ, અને ચંદ્રમા વૃષભ રાશિમાં બિરાજમાન છે. સૂર્ય, બુધ, શુક્ર, મંગળ અને ચંદ્ર એક જ રાશિમાં રહેવાના કારણે કેટલાક રાશિવાળાનો ભાગ્યોદય નક્કી કહી શકાય. આ રાશિવાળા સૂર્યની જેમ ચમકી શકે છે, રાજા જેવું જીવન વિતાવી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
મેષ રાશિ
ઘરમાં માન સન્માન વધશે.
ઘરમાં ખુશીઓનું આગમન થશે.
વેપાર અને નોકરીની રીતે આ મહિનો ખુબ મહત્વપૂર્ણ સાબિત થશે.
માનસિક શાંતિ રહેશે.
આર્થિક સમસ્યાઓમાંથી છૂટકારો મળશે.
કાર્યોમાં સફળતા મેળવવા માટે વધુ મહેનત નહીં કરવી પડે.
પરિવારના સભ્યો સાથે સમય પસાર કરો.
જીવનસાથીનો સહયોગ મળશે.
વૃષભ રાશિ
નોકરી બદલવાનો વિચાર કરી શકો છો.
વેપારમાં લાભના યોગ છે.
કાર્યોમાં સફળતા મળશે.
ધન લાભ થવાના યોગ બની રહ્યા છે.
નોકરી અને વેપારમાં પ્રગતિના યોગ છે.
જીવનસાથી સાથે સમય પસાર કરો.
હાલ દરેક વ્યક્તિ તમારી મદદ માટે તૈયાર રહેશે.
મિથુન રાશિ
નોકરીમાં પ્રગતિ થઈ શકે છે.
કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે.
પરિવારમાં માહોલ સારો રહેશે.
જે પણ કામ કરશો તેમાં લાભ થશે.
ભગવાન શંકરની વિશેષ કૃપા મળશે.
આર્થિક પક્ષ મજબૂત થશે.
માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વધારાના યોગ બની રહ્યા છે.
લગ્ન જીવન આનંદમય રહેશે.
સિંહ રાશિ
કાર્યક્ષત્રે કોઈ પ્રકારની ખુશખબરી મળી શકે છે.
પરિવારમાં ખુશીનો માહોલ રહેશે.
મહિનાના અંતમાં શુભ સમાચાર મળી શકે છે.
ભાગ્યનો સાથ મળશે.
આર્થિક પક્ષ મજબૂત થશે.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે.
કાર્યોમાં સફળતા મળશે.
કન્યા રાશિ
આ સમય દરમિયાન તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે.
લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે.
નોકરી કે વેપારના મામલે મુસાફરીનો યોગ બનશે.
ધનલાભ થવાના પૂરા ચાન્સ છે.
વિદેશ જવાની તક મળી શકે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા જાતકો માટે સારો સમય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube