Sarsav Upay: સુતા ભાગ્યને જગાડશે રાઈના દાણાના ઉપાય, અટકેલા કામ પણ થશે ઝડપથી પુરા
Sarsav Upay: જ્યોતિષશાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો વિશે જણાવ્યું છે કે જેને કરવાથી કાર્યમાં સફળતા મળે છે અને જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થવા લાગે છે. આવા જ કેટલાક ટોટકા છે રાઈના દાણાના...
Sarsav Upay: જ્યોતિષશાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો વિશે જણાવ્યું છે કે જેને કરવાથી કાર્યમાં સફળતા મળે છે અને જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થવા લાગે છે. આવા જ કેટલાક ટોટકા છે રાઈના દાણાના. રાઈના ઉપાયો અચૂક માનવામાં આવે છે અને તેને કરવાથી ચમત્કારની જેમ જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે. એ વાત તો તમે પણ જાણતા હશો કે નજર દોષ ઉતારવા માટે રાઈ અને મીઠું ઉતારવામાં આવે છે. આવી જ રીતે અન્ય કેટલાક ઉપાયો છે જેને કરવાથી ધન સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો:
રોટલી બનાવવા તવો ગરમ કરો ત્યારે કરી લો આ ટોટકો, દુ:ખ થશે દુર અને થશે ધનલાભ
મની પ્લાન્ટ જ નહીં આ છોડ પણ ચુંબકની જેમ આકર્ષે છે ધન, જરૂરી છે કે યોગ્ય દિશામાં રાખો
શનિદોષ, આર્થિક તંગી, ઘરમાં કંકાશ સહિતની સમસ્યા તુરંત દુર કરે છે કાળા મરીના આ ટોટકા
ભાગ્યોદય માટે
જ્યારે તમને ભાગ્ય સાથ ન આપે અને તમારું કોઇપણ કામ બરાબર રીતે થતું ન હોય તો એક માટીના ઘડામાં પાણી ભરી તેમાં સરસવના દાણા ઉમેરો. ત્યાર પછી આ પાણીથી સ્નાન કરી લેવું તમને ભાગ્યનો સાથ મળવા લાગશે.
કામમાં આવતી બાધા દૂર કરવા
ઘણી વખત લોકો મહેનત તો ખૂબ કરે છે પરંતુ તેમને તેનું ફળ પ્રાપ્ત થતું નથી અને તેના કામ બનતા બનતા અટકી જાય છે. આવી સ્થિતિ હોય ત્યારે ગુરુવારના દિવસે રાઈનું દાન કરવું.
નજર દોષ ઉતારવા માટે
ઘરમાં કોઈ વ્યક્તિને ખરાબ નજર લાગી ગઈ હોય તો રાઈના થોડા દાણા અને સાત આખા લાલ મરચા અને મીઠું લઈ તે વ્યક્તિના માથા પરથી સાત વખત ઉતારો અને પછી તેને સળગાવી દો. આમ કરવાથી ખરાબ નજરની અસર ઉતરી જશે.