શનિદોષ, આર્થિક તંગી, ઘરમાં કંકાશ સહિતની સમસ્યા તુરંત દુર કરે છે કાળા મરીના આ ટોટકા

Kali mirch totke: ઘણી વખત જીવનમાં આવતી આ સમસ્યાનું કારણ ગ્રહદોષ હોય છે. આવી સ્થિતિ સર્જાય ત્યારે નિરાશ થવાની જરૂર નથી કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં આ પ્રકારની સમસ્યાઓને દૂર કરતા કાળા મરીના ટોટકા વિશે જણાવાયું છે.  કાળા મરીના ટોટકા ખૂબ જ અસરદાર હોય છે. તેને કરવાથી આર્થિક તંગી પણ દૂર થઈ શકે છે.

શનિદોષ, આર્થિક તંગી, ઘરમાં કંકાશ સહિતની સમસ્યા તુરંત દુર કરે છે કાળા મરીના આ ટોટકા

Kali mirch totke: ઘણા લોકોને સફળતા મહેનત કર્યા પછી પણ મળતી નથી. તેના કારણે જીવનમાં સમસ્યાઓ વધે છે. ઘણી વખત જીવનમાં આવતી આ સમસ્યાનું કારણ ગ્રહદોષ હોય છે. આવી સ્થિતિ સર્જાય ત્યારે નિરાશ થવાની જરૂર નથી કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં આ પ્રકારની સમસ્યાઓને દૂર કરવાના અસરદાર ઉપાયો વિશે જણાવાયું છે. આ ઉપાયો કરીને તમે ગ્રહદોષ સહિતની જીવનની સમસ્યાઓને દૂર કરી શકો છો. આવો જ એક ઉપાય છે કાળા મરીનો. કાળા મરીના ટોટકા ખૂબ જ અસરદાર હોય છે. તેને કરવાથી શનિદોષની અસર ઓછી થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે સાથે જ આર્થિક તંગી પણ દૂર થઈ શકે છે.

આ પણ વાંચો:

શનિદોષ

કાળા મરીના આ ઉપાય કરવાથી શનિદોષને દૂર કરી શકાય છે. તેના માટે એક કાળા કપડામાં 11 રૂપિયા અને થોડા કાળા મરી બાંધીને શનિ મંદિરમાં રાખી દેવા અથવા તો કોઈને દાન કરવા આમ કરવાથી શનિદોષ દૂર થાય છે.

આર્થિક તંગી

આર્થિક તંગી દૂર કરવા માટે કાળા મરીના પાંચ દાણા લેવા અને માથા ઉપર થી સાત વખત ફેરવીને રાતના સમયે તેને સૂમસાન જગ્યાએ અથવા તો ચાર રસ્તા પર ચારે દિશામાં એક એક ફેંકી દેવા. પાંચમા દાણાને હવામાં ઉછાળી ઘરે પરત ફરી જવું અને પાછળ ફરીને જોવું નહીં.

કાર્ય બાધા

જો તમને દરેક કાર્યમાં બાધા નડતી હોય તો તેના માટે કાળી મરીનો આ ઉપાય કરી શકાય છે. જ્યારે પણ ઘરની બહાર કામ કરવા નીકળો ત્યારે મુખ્ય દરવાજા ઉપર કાળા મરી મૂકી દેવા. ત્યાર પછી તેના ઉપર પગ મૂકીને ઘરની બહાર નીકળવું આમ કરવાથી તમારા કાર્યમાં આવનાર બાધા દૂર થઈ જશે.

આ પણ વાંચો:

જીવનની સમસ્યાથી મુક્તિ મેળવવા

જીવનમાં આવતી સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે કાળા મરીના આ અચૂક ઉપાય કરવા. તેના માટે અમાસ કે પૂનમના દિવસે કાળા મરીના કેટલાક દાણા લઈને હોમ ક્લીમ મંત્ર બોલી તેને પરિવારના બધા જ લોકોના માથા પરથી ફેરવી અને દક્ષિણ દિશામાં ફેંકી દો. તેનાથી જીવનમાં આવતી સમસ્યાથી મુક્તિ મળશે અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news