Mahashivratri 2023 : આગામી 18 ફેબ્રુઆરી અને શનિવારના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દિવસે મહાશિવરાત્રી શનિવારના દિવસે હોવાથી વિશેષ મહત્વ છે. શનિવારે મહાશિવરાત્રી હોવાથી શનિ પ્રદોષ પણ આ દિવસે સર્જાશે. હિંદુ પંચાંગ અનુસાર ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચૌદશની તિથિએ ભગવાન શિવ અને માતા પાર્વતી ના લગ્ન થયા હતા. આ દિવસની ઉજવણી મહાશિવરાત્રી તરીકે દર વર્ષે કરવામાં આવે છે. મને તો એવી પણ છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથ પૃથ્વી પર જેટલા પણ શિવલિંગ છે તેમાં બિરાજમાન હોય છે. તેથી આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી સાક્ષાત મહાદેવની પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે અને પૂજા કરતી વખતે કેટલાક ઉપાયો કરવાથી મનની ઈચ્છા પણ પૂરી થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાશિવરાત્રી ની પૂજા દરમ્યાન કરો આ ઉપાય


  • શિવજીને પ્રસન્ન કરવા હોય તો મહાશિવરાત્રીના દિવસે સવારે બપોરે સંધ્યા સમયે અને રાત્રે ચાર પ્રહરમાં રુદ્રાષ્ટદ્યાયી પાઠ કરવો. આ સાથે જ ભગવાન શિવનો પંચામૃત સાથે અભિષેક કરવો. જો તમે કોઈ કારણોસર આ પાઠ ન કરી શકો તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા કરતા શિવજીનો અભિષેક કરવો.

  • મહાશિવરાત્રીના દિવસે રુદ્રાક્ષ ધારણ કરવું અને તેને ધારણ કરતા પહેલા 108 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો.


આ પણ વાંચો :


ગરીબી દૂર કરે તેવા છે આ લાલ કિતાબના અચૂક ઉપાય, દરિદ્રતાથી સો ટકા મળશે મુક્તિ


સૌભાગ્યવતી સ્ત્રીઓએ સોમવાર અને શનિવારે ન ધોવા જોઈએ વાળ, જાણો કયો દિવસ ગણાય છે શુભ


જે ઘરની મહિલાઓમાં હોય છે આ 5 ગુણ તે ઘરની સુખ-સમૃદ્ધિને નથી લાગતી કોઈની નજર


  • જે લોકો ઘરમાં ધન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન થઈ રહ્યા હોય તે લોકોએ મહાશિવરાત્રીના દિવસે છ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.

  • મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની પૂજા કરવી સૌથી ઉત્તમ ગણાય છે. આ દિવસે તમે ઘરમાં સ્ફટિકના શિવલિંગની સ્થાપના પણ કરી શકો છો. સ્થાપના કર્યા પછી નિયમિત રીતે તેની પૂજા કરવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ જે ઘરમાં સ્ફટિકનું શિવલિંગ હોય છે તે ઘરમાં વાસ્તુદોષ કે અશુભ પ્રભાવ રહેતો નથી 

  • મહાશિવરાત્રીના દિવસે શિવજીના મંદિરમાં જઈને ઓમ નમઃ શિવાય મંત્ર ના સવા લાખ જાપ કરવાથી શિવ કૃપા પ્રાપ્ત થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે.

  • મહાશિવરાત્રીના પાવન અવસર પર મહામૃત્યુંજય મંત્રના પણ સવા લાખ જાપ કરવાથી વ્યક્તિ રોગ અને શોકથી મુક્ત થાય છે. જો તમે આ મંત્રની એક માળા પણ કરો છો તો જીવનની બાધાઓથી મુક્તિ મળે છે.