સૌભાગ્યવતી સ્ત્રીઓએ સોમવાર અને શનિવારે ન ધોવા જોઈએ વાળ, જાણો કુંવારી કન્યા અને પુરુષો માટે કયો દિવસ ગણાય છે શુભ

Hindu Tradition:શાસ્ત્રો અનુસાર વિવાહિત મહિલાઓ અને કુવારી કન્યા અને પુરુષોએ વાળ ધોવા માટે દિવસનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ નિયમનું પાલન ઘર પરિવારની આર્થિક સ્થિતિ સુધારે છે.

સૌભાગ્યવતી સ્ત્રીઓએ સોમવાર અને શનિવારે ન ધોવા જોઈએ વાળ, જાણો કુંવારી કન્યા અને પુરુષો માટે કયો દિવસ ગણાય છે શુભ

Hindu Tradition: હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં કેટલાક દૈનિક કાર્યો ક્યારે કરવા અને ક્યારે નહીં તેના વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે દિવસ દરમિયાન આપણે સામાન્ય રીતે કરતા કેટલાક કામ આપણા જીવન ઉપર શુભ અને અશુભ પ્રભાવ પાડે છે. જેમકે નખ કાપવા, વાળ ધોવા, જાડુ કરવું વગેરે કાર્યો એવા છે જેનાથી શુભ અને અશુભ પ્રભાવ પણ ઘર અને પરિવાર પર પડી શકે છે. ખાસ કરીને વાળ ધોવા ને લઈને નિયમો દર્શાવવામાં આવ્યા છે. શાસ્ત્રો અનુસાર વિવાહિત મહિલાઓ અને કુવારી કન્યા અને પુરુષોએ વાળ ધોવા માટે દિવસનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ નિયમ અનુસાર જે મહિલા વાળ ધોવે છે તેના સૌંદર્યમાં વધારો થાય છે અને સાથે જ ઘર પરિવારની આર્થિક સ્થિતિ પણ સુધરે છે. જો વાળ ધોવામાં દિવસનું ધ્યાન રાખવામાં ન આવે તો જીવનમાં નકારાત્મકતા વધે છે અને સમસ્યાનો સામનો કરવો પડે છે.

કયા દિવસે કોણે ધોવા જોઈએ વાળ ? 

આ પણ વાંચો : 

સોમવાર 
હિન્દુ ધર્મશાસ્ત્રમાં કહેવાયું છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓએ સોમવારના દિવસે વાળ ધોવા જોઈએ નહીં. આ દિવસે વાળ ધોવાથી પરિવારની પ્રગતિ અટકે છે. જો કુંવારી યુવતી હોય તો તે સોમવારે વાળ ધોઈ શકે છે.

મંગળવાર 
શાસ્ત્રો અનુસાર મંગળવારના દિવસે પણ સૌભાગ્યવતી સ્ત્રીઓએ વાળ ધોવા જોઈએ નહીં. મંગળવારે સૌભાગ્યવતી સ્ત્રી વાળ ધોવે છે તો ઘરમાં નકારાત્મકતા વધે છે. જોકે આ દિવસે કુંવારી કન્યાઓએ પણ વાળ ધોવા જોઈએ નહીં.

બુધવાર 
બુધવારના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુવારી કન્યા તેમ જ પુરુષો પણ વાળ ધોવે તે યોગ્ય ગણાય છે. આ દિવસે માથું ધોવાથી ઘરમાં ધન, સમૃદ્ધિ વધે છે સાથે જ વેપારમાં વૃદ્ધિ થાય છે.

આ પણ વાંચો : 

ગુરુવાર 
ગુરૂવારના દિવસે સ્ત્રી કે પુરુષ કોઈએ પણ વાળ ધોવા જોઈએ નહીં. આ દિવસે વાળ ધોવાથી ઉમર ઘટે છે સાથે જ આર્થિક તંગી પણ સહન કરવી પડે છે અને ધનહાની થાય છે.

શુક્રવાર 
ધાર્મિક માન્યતા અનુસાર શુક્રવારના દિવસે વાળ ધોવા શુભ ગણાય છે. આ દિવસે વાળ ધોવાથી માતા લક્ષ્મી અને શુક્રની કૃપા પ્રાપ્ત થાય છે.

શનિવાર 
હિન્દુ ધર્મમાં શનિવારના દિવસે પણ વાળ ધોવાની મનાઈ કરવામાં આવી છે. ખાસ કરીને આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓએ વાળ ધોવાનું ટાળવું જોઈએ. આ દિવસે વાળ ધોવાથી  શનિદેવ નારાજ થાય છે અને જીવનમાં કષ્ટ વધે છે. 

રવિવાર 
રવિવારના દિવસે વાળ ધોવા યોગ્ય ગણાય છે. આ દિવસે કુવારી કન્યાઓ અને પુરુષો વાળ ધોઇ શકે છે જોકે સૌભાગ્યવતી સ્ત્રીઓએ આ દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news