7 Horses Painting: વાસ્તુશાસ્ત્રમાં એવી કેટલીક બાબતો કહેવામાં આવી છે, જેની ઘર, ઓફિસમાં હાજરી જબરદસ્ત સકારાત્મકતા આપે છે. આ વસ્તુઓ વાતાવરણમાં સકારાત્મકતા લાવે છે. તેનાથી સુખ, સમૃદ્ધિ અને સફળતા મળે છે. આ જ કારણ છે કે અમીર લોકોના ઘરમાં કેટલીક ખાસ વસ્તુઓ હોય છે. આ તેમને હકારાત્મક રહેવા, હંમેશા આગળ વધવામાં મદદ કરે છે. આમાં વૃક્ષો, છોડ, પ્રતીકો, ચિત્રો, શિલ્પો વગેરેનો સમાવેશ થાય છે. અમીર લોકોના ઘર-ઓફિસને ડેકોરેટ કરતી વખતે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પણ ધ્યાન રાખવામાં આવે છે. જેથી તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા જળવાઈ રહે. આજે આપણે એવી જ એક વસ્તુ વિશે જાણીએ જે મોટાભાગના અમીર લોકોના ઘરમાં હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


7 ઘોડાની પેઇન્ટિંગ 


વાસ્તુશાસ્ત્ર અનુસાર સાત ઘોડાનું પેઇન્ટિંગ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘોડાની આ તસવીર સફળતા, પ્રગતિ અને સકારાત્મકતાનો સંદેશ આપે છે. દોડતા ઘોડા હંમેશા જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. જો 7 દોડતા ઘોડાઓનું પેઇન્ટિંગ ઘર અથવા કાર્યસ્થળ પર લગાવવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક રહે છે. આમ કરવાથી વ્યક્તિ સકારાત્મક રહે છે, પડકારોનો મક્કમતાથી સામનો કરી શકે છે. 


7 ઘોડાની પેઇન્ટિંગ કઈ દિશામાં મુકવી


વાસ્તુશાસ્ત્ર અનુસાર 7 ઘોડાની પેઇન્ટિંગને અલગ-અલગ દિશામાં લગાવવાથી અલગ-અલગ પરિણામ મળે છે. જો 7 દોડતા ઘોડાઓની પેઇન્ટિંગ દક્ષિણ દિશામાં લગાવવામાં આવે તો તે કીર્તિ અને સફળતા આપે છે. બીજી તરફ ઉત્તર દિશામાં લગાવવામાં આવે તો ઘરમાં સમૃદ્ધિ આવે છે પૈસા આવે છે. પૂર્વ દિશામાં 7 ઘોડાઓનું પેઇન્ટિંગ કરિયરમાં વૃદ્ધિ આપે છે, અવરોધો દૂર થાય છે અને કામ ઝડપથી થાય છે. પરંતુ ધ્યાન રાખો કે બેડરૂમમાં ઘોડાઓની આ પેઇન્ટિંગ કે તસવીર ન રાખવી જોઈએ. તેને ડ્રોઈંગ રૂમ અથવા સ્ટડી રૂમમાં મૂકવું યોગ્ય માનવામાં આવે છે.



બીજી તરફ તાંબા, પિત્તળ કે ચાંદીના દોડતા ઘોડાની પ્રતિમાને ધંધાના સ્થળે રાખવાથી પણ વેપારમાં લાભ અને ખૂબ જ શુભ ફળ મળે છે. વ્યવસાયમાં દિવસેને દિવસે પ્રગતિ થાય છે. ધ્યાનમાં રાખો કે ઘોડાની મુદ્રા આક્રમક ન હોવી જોઈએ પરંતુ શાંતિપૂર્ણ અથવા સૌમ્ય હોવી જોઈએ.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
ગુજરાતમાં આજે પણ આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી, વાંચીને જ ઘરની બહાર પગ મૂકજો
Budh Gochar: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિઓનું અમીર બનવું નક્કી, થશે ધન લાભ

WI vs IND: કુલદીપ-જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો પાંચ વિકેટે શાનદાર વિજય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube