salangpur hanuman distortion : સાળંગપુર વિવાદ મામલે આજે અમદાવાદમા સાધુ-સંતોનું સંમેલન યોજાવાનું છે. શિલ્પચિત્રોના વિવાદને કારણે સંતોએ આ સંમેલન બોલાવ્યું છે. સનાતન ધર્મના તમામ સંતો એક નેજા હેઠળ આજે મળશે. અમદાવાદના લંબે નારાયણ આશ્રમમાં આ સંમેલન યોજાશે. જેમાં સમગ્ર ગુજરાતના સંતો સંમેલનમાં ઉપસ્થિત રહેશે. સંમેલનમાં આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. જેમાં 11 મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા થશે. આગામી દિવસોમાં અમરેલી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યત્વે આ સાધુ સંતો વિવિધ સ્થળેથી આજે બેઠકમાં હાજર રહેશે.


  • મહામંડલેશ્વર મા વિશ્વેશ્વરી ભારતીજી માતા

  • મહામંડલેશ્વર શ્રી કલ્યાણનંદ ભારતી બાપુ 

  • મહામંડલેશ્વર ઋષિભારતી બાપુ સરખેજ

  • મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુ જુનાગઠ  

  • મોહનદાસ બાપુ

  • દિલીપ દાસ બાપુ

  • જ્યોતિ નાથ બાપુ

  • દેવનાથ બાપુ કચ્છ

  • મહામંડલેશ્વર પ્રેમાનંદ બાપુ

  • રાજાશાસ્ત્રી બાપુ દાહોદ 

  • હર્ષદ ભારતી બાપુ નાશિક


અમદાવાદના વિવિધ 40 સંતો હાજર રહેશે. તો આજે 150 થી 200 સાધુ સંતો હાજર રેહવાની સંભાવના છે. સનાતન ધર્મના દરેક સંતો એક જ નેજા હેઠળ લંબે નારાયણ આશ્રમ - સનાથલ,એસપી રીંગ રોડ ,શાંતિપુરા સર્કલ પાસે,સાણંદ રોડ અમદાવાદ ખાતે રવિવારે.. તા. 3/9/2023 ના રોજ સવારે 10:00 વાગે સવારે  મળશે, જેની અંદર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના સંતો ઉપસ્થિત રહેશે. સંતોની એકતાથી જ સનાતન ધર્મ ની સામે કુઠારઘાત સામે લડાશે. તેવો મેસેજ વહેતો થયો છે. 


CMO ઓફિસમાં મોટી હલચલ : સંયુક્ત સચિવની હકાલપટ્ટી કરાઈ, PMO થી છૂટ્યા આદેશ
 
ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ 
સાળંગપુર હનુમાનજી મંદિરે ભીત ચિત્રો પર કાળો કલર મારવાના મામલે ત્રણ શખ્સો પર પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. સેથળી ગામના ભુપતભાઇ સાદુળભાઈ ખાચર દ્વારા ત્રણ શખ્સો વિરૂદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ દાખલ કરાઈ. જેમાં હર્ષદભાઈ ગઢવી, જેસિંગભાઈ ભરવાડ અને બળદેવભાઈ ભરવાડ વિરૂદ્ધ મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ. પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ધ કલમ ઇ.પી.કો.૨૯૫ (એ) ૧૫૩(એ) ૪૨૭, ૫૦૬(૨) ૧૨૦(બી) GP ACT ક.૧૩૫ મુ જબ ગુનો નોંધી ત્રણેય શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ છે. 


ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો કોરો નહિ જાય, અંબાલાલની આ આગાહી ખુશ કરી દેશે


શું છે સમગ્ર વિવાદ?
સાળંગપુર હનુમાન મંદિરમાં શિલ્પચિત્રોને કારણે વિવાદ ઉઠ્યો છે. હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે હનુમાનજીને દાસ દર્શાવાયા છે. તો હનુમાનજી સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવા બતાવાયા છે. શિલ્પચિત્રોમાં હનુમાનજી સ્વામીનારાયણના ચરણોમાં બેસેલા બતાડાયા છે. વધુ એક શિલ્પચિત્રમાં હનુમાનજી સ્વામીનારાયણને ફળાહાર આપતા દેખાયા છે. વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર મંદિરમાં શિલ્પચિત્રોને કારણે આ વિવાદ થયો છે. સાળંગપુર શિલ્પચિત્રોના વિવાદ બાદ કુંડળ મંદિરમાં પણ વિવાદ થયો. નિલકંઠવર્ણીને હનુમાનજી ફળાકાર કરાવતા હોય તેવી મૂર્તિ સ્થાપિત કરાઈ. 


રાજકોટમાં વોશિંગ સોડામાંથી બનાવાતું હતું ફરસાણ, ગૃહ ઉદ્યોગના નામે ચાલતો હતો મોટો ખેલ


શિલ્પચિત્રોને કારણે હિન્દુ-સાધુ સંતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. સાધુ-સંતોના રોષમાં વિશ્વ હિન્દુ પરિષદે પણ સૂર પુરાવ્યો છે. સાધુ-સંતોએ પ્રતિમા નીચે રહેલા શિલ્પચિત્રો દૂર કરવા માંગ કરી છે. શિલ્પચિત્રો નહીં હટાવાય તો ઉગ્ર આંદોલનની સંતોએ ચીમકી આપી છે. જેમાં મોરારી બાપુ, હર્ષદ ભારતી બાપુ, મણિધર બાપુએ વિરોધ વ્યક્ત કર્યો છે. કથાકાર મોરારિબાપુએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું, 'આ હીન ધર્મ છે.' તો શંકરાચાર્યએ કહ્યું કે, કોઇપણ સંપ્રદાય અન્ય સંપ્રદાયની નિંદા કરી પોતાની ઉન્નતિ ન કરી શકે. આ વિરોધમાં સાંસદ રામ મોકરિયાએ કહ્યું કે, સ્વામીનારાયણ સંપ્રદાયે શિલ્પચિત્રો દૂર કરવા જોઈએ. ભાજપના સાંસદે કહ્યું, 'મંદિરના પૂજારીને પૂજારી તરીકે રહેવાય, ભગવાન નહીં'. 


જેથી સાળંગપુર વિવાદ બાદ સંતો-મહંતોએ બેઠક બોલાવી છે. વિવાદમાં વડતાલ ગાદીના નૌતમ સ્વામીએ બળતામાં ઘી હોમ્યું છે. નૌતમ સ્વામીએ કહ્યું કે, જેને વિરોધ હોય તે યોગ્ય ફોરમ પર વાત કરી શકે. કોર્ટમાં યોગ્ય જવાબ અપાશે, સામાન્ય માણસોને જવાબ આપવાની જરૂર નથી. બીજી તરફ, હર્ષદ ગઢવી ગઢવી નામના વ્યક્તિએ શિલ્પચિત્રો પર કાળો કલર લગાવ્યો હતો. પ્રતિમા નીચેના શિલ્પચિત્રો પર કુહાડીથી હુમલો પણ કર્યો. પોલીસે હર્ષદ ગઢવીની અટકાયત કરી છે. પરંતું વિવાદ વધુ વકરતા હિન્દુ સંગઠનો પણ મેદાને આવ્યા છે. કરણી સેનાએ 4 સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. ચિત્રો નહીં હટાવાય તો કરણી સેના સાળંગપુર જશે. વિવાદને કારણે સાળંગપુર મંદિરમાં મીડિયા પર પ્રતિબંધ લગાવાયો છે. પરિષરમાં વીડિયો કે બાઈટ ન કરવા મીડિયાને કહેવામાં આવ્યું છે. 


ઓસ્ટ્રેલિયન સરકારના એક નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને સીધો ફાયદો, કરો એપ્લાય