Samudrik Shastra: ઘરની અગાસી રોજ અલગ અલગ પક્ષીઓ આવીને બેસતા હોય છે. આ એક સામાન્ય બાબત છે. ઘણા પક્ષીઓ રોજ આવતા હોય છે જ્યારે કેટલાક પક્ષીઓ ક્યારેક જ આવે છે. સવારના સમયે ઘરની અગાસી કે ફળીયામાં પક્ષીઓનો કલરવ સાંભળવા મળે તો દિવસની શરુઆત પણ પ્રફુલ્લિત મનથી થાય છે. જો કે આ રીતે પક્ષીઓનું ઘરમાં આવવું અને કિલકિલાટ કરવો તે સંયોગ નથી હોતો. પક્ષીઓ પણ શુભ અશુભ સંકેતો દર્શાવે છે. સામુદ્રિક શાસ્ત્રમાં પક્ષીઓની હાજરી અંગે વર્ણન કરવામાં આવ્યું છે. આજે તમને જણાવીએ કે કયા પક્ષીનું ઘરે આવવું શુભ માનવામાં આવે છે. 
 
આ પણ વાંચો: 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Surya Gochar 2023: બુધની રાશિમાં સૂર્ય કરશે પ્રવેશ, આ 4 રાશિને મળશે ધન અને સફળતા


Shani Upay: આ 5 અચૂક ઉપાય અજમાવો શનિવારે, જીવનમાં આવેલી સમસ્યા થશે દુર


મંગળવારથી આ 3 રાશિના લોકોના જીવનમાં થશે ઊથલપાથલ, એક મહિના સુધી રહેવું પડશે સાવધાન


પોપટ


જ્યારે ઘરની છત પર પોપટ આવીને બેસી જાય તો સમજી લેવું કે તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય થવા જઈ રહ્યું છે. પોપટ ઘરમાં શુભ કાર્યનો સંકેત આપવા આવે છે તેવું કહી શકાય છે. 


ઘુવડ


જો તમે તમારા ઘરની અંદર અથવા આસપાસ ઘુવડ દેખાય તો પણ તે શુભ સંકેત છે. ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન છે. ઘુવડનું ઘરમાં દેખાવું સુચવે છે કે દેવી લક્ષ્મી પણ તમારા ઘરમાં જલ્દી આવવાના છે.  


ચકલી

જો ચકલી તમારા ઘરમાં માળો બનાવવાનું શરૂ કરે છે તો તે તમારા ઘરમાં ખુશીના આગમનનું સંકેત હોય છે. તે સંકેત હોય છે કે હવે તમારા સંકટના દિવસો પુરા થવાના છે અને પરિવારમાં ખુશીઓ આવશે.


નીલકંઠ


જો ઘરમાં નીલકંઠ પક્ષી જોવા મળે તો પણ તે શુભ સંકેત છે. આ પક્ષી ભગવાન શિવનું પ્રતીક છે. આ પક્ષીનું આગમન એ વાતનું પ્રતીક છે કે તમને વાહન કે મિલકત મળી શકે છે.


કાગડો


વહેલી સવારે ઘરની છત પર કાગડો આવે કે બોલે તો તે સંકેત છે કે તમારા કોઈ પ્રિય વ્યક્તિ જલ્દી તમારા ઘરે આવી શકે છે.  


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)