Sankashti Chaturthi 2023: ગણેશ ચતુર્થી દર મહિનામાં બે વખત આવે છે. શુક્લપક્ષ અને કૃષ્ણ પક્ષમાં બંનેમાં ચતુર્થી નીતિથી આવે છે. જેમાં કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીની તિથિને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. આજે એટલે કે 7 જૂન 2023 ના રોજ સંકષ્ટી ચતુર્થી ઉજવવામાં આવશે. આ દિવસે ગણપતિ ભગવાનની આરાધના કરવાનું વિશેષ મહત્વ હોય છે. સાથે જ આ દિવસે ચંદ્રોદય થાય ત્યારે તેની પૂજા પણ કરવાની હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Vastu Tips: ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ વસ્તુ, માતા લક્ષ્મીનું થશે આગમન


Astro Tips: મીઠાના આ ટોટકા રંકને પણ બનાવી શકે છે રાજા, કરવાથી અચાનક થાય છે ધન લાભ


Shukra Dosh: આ સરળ ઉપાય અને મંત્ર જાપથી શુક્ર દોષ થશે દુર, જીવનમાં મળશે સુખ-સમૃદ્ધિ


ચતુર્થીનું મુહૂર્ત


સંકષ્ટી ચતુર્થી તિથિ નો પ્રારંભ 6 જૂને રાત્રે 10 કલાકથી થયો છે. જેનું સમાપન 7 જૂને રાત્રે 11:00 કલાકે થશે. ઉદીયાતિથિ અનુસાર સંકષ્ટી ચતુર્થી નું વ્રત 7 જુને રાખવામાં આવશે. 7 જુને સાંજે 7 કલાક પછી પૂજા નું શુભ મુહૂર્ત છે. ચંદ્રમાને અર્ધ દેવાનો સમય રાત્રે 10.18 મિનિટે છે.


આ રાશિને થશે ધનલાભ


બુધવાર અને સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદ્ર રાશિ પરિવર્તન કરશે. સંકષ્ટી ચતુર્થી ની તિથિ પર ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તન મકર રાશિના લોકો માટે સુખદ સાબિત થશે. આ સમય દરમિયાન આ રાશિના લોકોને ધન લાભ થશે અને અટકેલું ધન પરત મળશે. આવક ના નવા સ્ત્રોત બનશે અને વાહન સુખ પણ વધશે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને બઢતીની તક મળશે.