Astro Tips: મીઠાના આ ટોટકા રંકને પણ બનાવી શકે છે રાજા, કરવાથી અચાનક થાય છે ધન લાભ
Astro Tips: મીઠું ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર કરે છે. મીઠાના કેટલાક અસરકારક ઉપાય ઘરમાં સુખ-સમૃદ્ધ આકર્ષે છે. મીઠાનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે. તેના કારણે નકારાત્મક ઊર્જા આપણાથી દુર રહે છે આ સાથે સુખ અને સમૃદ્ધિ વધે છે. આજે તમને મીઠાના આવા જ ચમત્કારી ઉપાયો જણાવીએ.
Trending Photos
Astro Tips: મીઠું આપણા દૈનિક આહારનો એક મહત્વનો ભાગ છે. મીઠા વગર કોઈપણ ખોરાક સ્વાદિષ્ટ લાગતો નથી. વાસ્તુશાસ્ત્રમાં પણ મીઠાને મહત્વનું કહેવામાં આવ્યું છે. મીઠું ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર કરે છે. મીઠાના કેટલાક અસરકારક ઉપાય ઘરમાં સુખ-સમૃદ્ધ આકર્ષે છે. મીઠાનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે. તેના કારણે નકારાત્મક ઊર્જા આપણાથી દુર રહે છે આ સાથે સુખ અને સમૃદ્ધિ વધે છે. આજે તમને મીઠાના આવા જ ચમત્કારી ઉપાયો જણાવીએ.
આ પણ વાંચો:
- વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં ધન ટકતું ન હોય તો કાચના વાસણમાં મીઠું ભરી તેમાં ચાર-પાંચ લવિંગ મુકી ઘરના કોઈપણ ખૂણામાં રાખી દેવું. તેનાથી ઘરમાં લક્ષ્મી આવે છે. સાથે જ ઘરમાં સુખ-શાંતિ પણ જળવાઈ રહે છે.
- બાથરૂમમાં કાચના બાઉલમાં ક્રિસ્ટલ સોલ્ટ રાખવું જોઈએ. તેને બાથરૂમમાં એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ તેને સ્પર્શે નહીં. દર થોડા દિવસે વાટકીમાંથી મીઠું બદલતા રહો. તેનાથી વાસ્તુ દોષ દુર થાય છે.
- જો કોઈ વ્યક્તિ આર્થિક સંકટમાં ફસાયેલી હોય તો મીઠાનો આ ઉપાય કરી શકાય છે. તેના માટે ઘરના કોઈ ખૂણામાં ચારથી પાંચ લવિંગ સાથે કાચના બાઉલમાં એક ચમચી મીઠું રાખો. આ જગ્યા એવી હોવી જોઈએ જ્યાં કોઈ વારંવાર જતું ન હોય. તેનાથી તમારી આર્થિક તંગી દૂર થશે.
- સ્નાન કરવાના પાણીમાં એક ચમચી સિંધવ મીઠું મિક્સ કરો. આ રીતે મીઠાના પાણીથી ઓછામાં ઓછા 21 દિવસ સુધી સ્નાન કરો અને પછી અઠવાડિયામાં બે વાર સ્નાન કરો. તેનાથી દુર્ભાગ્ય દુર થાય છે.
- એક ડોલ પાણી ભરી તેમાં એક ચમચી મીઠું મિક્સ કરો અને આ મીઠાના પાણીથી ઘરમાં પોતા કરો. તેનાથી બધી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
- ઘરમાં મીઠાનો દીવો પ્રગટાવવાના પણ ઘણા ફાયદા છે. તેના માટે મીઠાના બ્લોક મીણબત્તીમાં મુકો. તેનાથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી સર્જાતી નથી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે