Palmistry: હથેળીમાં જો આ રેખા હોય તો સમજી લો સરકારી નોકરી પાક્કી! જબરદસ્ત પ્રગતિ થાય
હસ્તરેખા શાસ્ત્ર મુજબ હથેલીમાં રહેલી રેખાઓ જીવન સાથે જોડાયેલા અનેક રહસ્યોને ઉજાગર કરે છે અને તેને જોઈને વ્યક્તિના ભવિષ્ય સંલગ્ન ઘણી વાતોની ભાળ મેળવી શકાય છે.
હસ્તરેખા શાસ્ત્ર મુજબ હથેલીમાં રહેલી રેખાઓ જીવન સાથે જોડાયેલા અનેક રહસ્યોને ઉજાગર કરે છે અને તેને જોઈને વ્યક્તિના ભવિષ્ય સંલગ્ન ઘણી વાતોની ભાળ મેળવી શકાય છે. અત્રે જણાવવાનું કે હથેળી પર રહેલી અલગ અલગ રેખાઓ તથા નિશાન નોકરી, વિવાહ, વેપાર અને પ્રગતિ વિશે સંકેત આપતી હોય છે. તેનાથી જાણી શકાય છે કે તમારા ભાગ્યમાં સરકારી નોકરીનો યોગ છે કે નહીં. હકીકતમાં મોટાભાગના યુવાઓ અને તેમના માતા પિતા ઈચ્છે છે કે તેમના બાળકોને સરકારી નોકરી મળી જાય. આવામાં સરકારી નોકરી મેળવવા માટે મોટાભાગના યુવાઓ કપરી પરીક્ષામાંથી પસાર થાય છે. આ માટે આકરી મહેનત કરે છે. પરંતુ સરકારી નોકરી બધાના નસીબમાં હોતી નથી. આવામાં હથેળી પર રહેલી આ રેખાઓ અને નિશાનોની મદદથી તમે તેની માહિતી મેળવી શકો છો. ખાસ જાણો તેના વિશે....
શું કહે છે હથેળીમાં પર્વતો અને રેખાઓની સ્થિતિ...
હસ્તરેખા શાસ્ત્ર મુજબ હથેળી પર રહેલા પર્વતો અને રેખાઓથી ખબર પડી શકે છે કે તમને સરકારી નોકરી મળવાની સંભાવના કેટલી છે અને અન્ય વ્યક્તિને સરકારી નોકરી મળવાની સંભાવના વધુ કેમ હોય છે જેની હથેળીમાં સૂર્ય રેખા તથા ગુરુ પર્વત સારી સ્થિતિમાં હોય. આ સાથે જ હથેળીમાં આ સંકેતોથી પણ જાણી શકાય કે જાતકના ભાગ્યમાં સરકારી નોકરી મળવાના યોગ બની રહ્યા છે કે નહીં.
હથેળી પર ત્રિશુળનું નિશાન
હસ્તરેખા શાસ્ત્ર મુજબ જો કોઈ જાતકની હથેળી પર હ્રદય રેખાની સાથે ત્રિશુળનું ચિન્હ હોય તો આવામાં જાતકને સરકારી નોકરી મળી શકે છે. આ ઉપરાંત એવા વ્યક્તિને સમાજમાં સન્માન મળે છે. આ સાથે જ સરકારી નોકરીમાં ઉચ્ચ સન્માન મેળવી શકે છે.
સૂર્ય પર્વતની સારી સ્થિતિ
સૂર્ય પર્વત અનામિકાની નીચે હોય છે અને જો હથેળીમાં સૂર્ય પર્વત સારી સ્થિતિમાં હોય તો સરકારી નોકરી મળવાની સંભાવના વધુ રહે છે.
ગુરુ પર્વત પર આવું નિશાન
આ ઉપરાંત જે વ્યક્તિનો ગુરુ પર્વત બળવાન હોય તો તેને પણ પ્રશાસનિક પદ મળે છે. તેનાથી જાતક સારી સરકારી નોકરી મેળવે છે. જો કે એવું માનવામાં આવે છે કે મહેનતથી પણ રેખાઓ બદલી શકાય છે. જો તમે પૂરી લગન અને મહેનતથી નોકરી મેળવવાની કોશિશ કરી રહ્યા હોવ તો તમને પણ સફળતા ચોક્કસ મળશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube