Bhavishya Malika ki bhavishyavaniyan 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તો શનિ ગ્રહ 29 માર્ચ 2025ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચરથી દેશ અને દુનિયામાં અનેક પ્રકારના બદલાવ થષે. જ્યોતિષના જાણકારો અનુસાર જ્યારે પણ ભૂતકાળમાં શનિ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે ત્યારે-ત્યારે દુનિયામાં વિનાશક ઘટનાઓ જોવા મળી છે. જ્યારે 1937માં શનિ મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે બીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું હતું. 1965-66માં મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો,ત્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે 2025માં શનિ ફરીથી મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. ભવિષ્યમાલિકામાં શનિ ગોચરને લઈ અનેક ભવિષ્યવાણીઓ કરી છે. ચાલો તમને જણાવીએ કે, આ ભવિષ્યવાણીઓમાં શું લખ્યું છે.


ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ શકે છે
ભવિષ્યમાલિકા અનુસાર 29 માર્ચ 2025ના રોજ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમય દેશ અને દુનિયા માટે વિનાશક સાબિત થશે. ત્રીજા વિશ્વ યુદ્ધનો પ્રથમ તબક્કો શરૂ થઈ શકે છે. શનિદેવ વર્ષ 2027 સુધી મીન રાશિમાં રહેશે. આવી સ્થિતિમાં ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવના છે. ભવિષ્યમાલિકામાં લખ્યું છે કે, આકાશમાંથી અગ્નિ વરસશે. તેનું કનેક્શન પરમાણુ બોમ્બ સાથે જોડવામાં આવી રહ્યું છે. જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે આ દરમિયાન આકરી ગરમી પડશે.


શનિનું આ ગોચર ભારત માટે પણ શુભ નથી. ભવિષ્યમાલિકામાં સંત અચ્યુતાનંદના જણાવ્યા અનુસાર ભારતમાં સિવિલ વોર ફાટી શકે છે. આગચંપી અને સાંપ્રદાયિક હિંસાના બનાવો વધી શકે છે. તેની અસર અર્થવ્યવસ્થા પર પણ પડશે. પોતાની અપેક્ષાઓ પૂર્ણ ન થવાના કારણે લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે જેના કારણે તંગદિલીની સ્થિતિ સર્જાઈ શકે છે.


કુદરતી આફતોમાં થશે વધશે
ભવિષ્યમાલિકામાં લખ્યું છે કે, મીન રાશિમાં શનિના પ્રવેશ પછી કુદરતી આફતોમાં વધારો થશે. ઘણા વિસ્તારોમાં દુકાળ, ભૂખમરો અને પાક નિષ્ફળ થવાની સ્થિતિઓ સામે આવશે. જ્યારે અતિવૃષ્ટિને કારણે પાકને નુકસાન થઈ શકે છે. દુનિયામાં પૂર, ભૂકંપ જેવી કુદરતી આફતો પણ તબાહી મચાવી શકે છે.


શનિનું આ ગોચર લોકોની માનસિક સ્થિતિ પર પણ અસર કરશે. પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે લોકો માનવતા ભૂલીને એકબીજાના લોહીના તરસ્યા બની જશે. નાની નાની બાબતો પર મારપીટ અને હત્યા જેવી ઘટનાઓ સામાન્ય બની જશે. મતલબ કે વર્ષ 2025-2027 વચ્ચે હિંસાની ઘટનાઓ વધશે.


Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.