નવી દિલ્હીઃ Shani Dev Vakri In Kumbh: વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર વક્રી અને માર્ગી થાય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે કુંભ રાશિમાં શનિ દેવ 29 જૂને વક્રી થઈ જશે એટલે કે ઉલ્ટી ચાલ ચાલશે. એટલે કે શનિ 29 જૂનની રાત્રે 12 કલાક 35 મિનિટ પર પોતાની રાશિ કુંભમાં વક્રી થઈ જશે. શનિ 15 નવેમ્બર 2024 સુધી કુંભ રાશિમાં વક્રી રહેશે. તેવામાં શનિ દેવના આશીર્વાદ કેટલાક જાતકો પર રહેવાના છે. આ જાતકોને નોકરી અને કારોબારમાં સફળતા મળી શકે છે. આવો જાણીએ આ લકી રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
શનિ દેવની ઉલ્ટી ચાલ મેષ રાશિના જાતકો માટે ફળયાદી સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી આવક ભાવ પર વક્રી થવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થવાનો છે. આવકના નવા સ્ત્રોત બની શકે છે. તો તમને રોકાણથી લાભ થશે. તમને કાર્યક્ષેત્રમાં સન્માન મળશે. તમારૂ દાંપત્ય જીવન સુખમય રહેશે. તમને શુભ પરિણામ મળશે. જે લોકો નોકરી કરે છે તેને પગાર વધારો અને પ્રમોશન મળી શકે છે. વેપારીઓને આ સમયમાં ધનલાભ થઈ શકે છે. નવી ડીલ થઈ શકે છે. 


મકર રાશિ
તમારા લોકો માટે શનિ દેવનું વક્રી થવું લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી ધન અને વાણી સ્થાન પર વક્રી થવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. તો તમારી આવકમાં વધારો થશે અને નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે. સાથે તમારી વાણીમાં પ્રભાવ જોવા મળશે. સાથે આ દરમિયાન તમે કામ-કારોબારના સંબંધથી યાત્રા કરી શકો છો. સાથે આ દરમિયાન વેપારીઓના ફસાયેલા નાણા પરત મળશે. જે લોકો રાજનીતિમાં સક્રિય છે, તેને સફળતા મળી શકે છે. આ તમને મોટો લાભ કરાવી આપશે. 


આ પણ વાંચોઃ કુંભ રાશિમાં ચંદ્રમા, મંગળ અને શનિના સંયોગથી થશે હલચલ, આ 5 જાતકોની વધશે મુશ્કેલી


મિથુન રાશિ
તમારા લોકો માટે શનિ દેવનું વક્રી થવું અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી ભાગ્ય સ્થાન પર વક્રી થઈ રહ્યાં છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. સાથે અટવાયેલા કામ થશે. તમારા દાંપત્ય જીવનના સુખમાં વધારો થશે. તમને શુભ પરિણામ મળશે. આ સમયે તમે કોઈ માંગલિક અને ધાર્મિક કાર્યક્રમોમાં સામેલ થઈ શકો છો. જો તમે વિદ્યાર્થી છો તો તમને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. આ તમને બહુ મોટો ફાયદો કરાવશે.