lunar eclipse 2023 : આજે શરદ પૂનમ છે. શરદ પૂનમ એટલે દૂધ પૌંઆ ખાવાનો ઉત્સવ. આ દિવસે ચંદ્રની શીતળ ચાંદનીમાં દૂધ પૌંઆ બનાવીને ખાવામાં આવે છે. પરંતુ શુ તમને ખબર છે કે શરદ પૂનમે દૂધપૌઆ ખાવાથી આરોગ્યને કેટલા ફાયદા થાય છે. આ દૂધ પૌંઆ એક ચમત્કારિક દવા તરીકે કામ કરે છે. આ દિવસ દૂધ પૌંઆ ખાવાનું ન માત્ર ધાર્મિક મહત્વ છે, પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને મહત્વ છે 
દૂધ- પૌઆ ખાવાની આ પરંપરા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બન્ને મહત્વ છે. શરદ પૂનમની રાતે વિશેષ કરીને દૂધ-પૌઆ ખાવાની પરંપરા સંકળાયેલી છે. શરદ પૂર્ણિમાની રાતે ચંદ્ર પૂર્ણ સ્વરુપમાં ખીલેલો હોય છે. આ રાતે ચંદ્રમાંથી નીકળનારી શીતળ કિરણો આપણી તંદુરસ્તી માટે ઘણી જ ફાયદાકારક રહે છે. આયુર્વેદમાં શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રનો પ્રકાશ અમૃત સમાન હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે આ રાત્રે ચંદ્ર જોવાથી આંખના વિકારો દૂર થાય છે અને આ રાત્રે ચંદ્રના પ્રકાશમાં રાખેલ દૂધ-પૌંઆ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ અને આરોગ્ય સારું રહે છે.


ગુજરાતના મંદિરોમાં ઉજવાઈ પૌંઆ પૂનમ : ચંદ્રની શીતળ ચાંદનીમાં તૈયાર થયેલા દૂધ પૌંઆનો ભોગ અડધી રાતે ધરાવાયો


આખું વર્ષ માણસ નિરોગી રહે છે 
શીતળ ચાંદનીમાં તૈયાર થયેલાં પૌંઆને ઔષધ તરીકે પણ માનવામાં આવે છે. અને આ દૂધ પૌંઆનો પ્રસાદ ગ્રહણ કરવાથી શરીરમાંથી નેગેટીવ ઉર્જા દુર થાય છે. એટલું જ નહિ. ચંદ્રના શીતળ કિરણોથી પકવેલા દૂધ પૌઆ આરોગવાથી સમગ્ર વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય નિરોગી રહી શકાય છે. શરીરમાંથી પિત્તના રોગમાંથી મુક્તિ મળે છે. દુધ-પૌંઆ એ પિત્તનાશક છે. વળી, દૂધમાં લેક્ટિક એસિડ હોય છે, જે ચંદ્રના કિરણોમાંથી જંતુનાશક શક્તિ મેળવે છે. ચોખાના સ્ટાર્ચના ઉમેરાવવાથી આ પ્રક્રિયાને વધુ વેગ મળે છે. આ ખીર ખાવાથી અસ્થમા, ચામડીના રોગો અને શ્વસન રોગોમાં વિશેષ લાભ મળે છે. 


તેનો બીજો ફાયદો એ પણ છે કે, ભાદરવો મહિનો શરીરમાં પિત્ત ઉભો કરતો મહિનો છે. ભાદરવામાં સખત તાપ પડે છે તો ઋતુ બે ઋતુ પણ થાય છે. આ દિવસો દરમિયાન પિત્ત થવાની સંભાવના વધારે છે. તેની અસર આસો માસ સુધી રહે છે. શરદ ઋતુમાં શરદ પૂનમ આવતી હોવાને કારણે દરેક જીવોમાં કફ-વાત અને પિત્તનો સર્જાય છે. દૂધપૌઆ આ પિત્તને મારવાનું કામ કરે છે.


લેબોરેટરીમાં ઘીનું લાઈવ ટેસ્ટિંગ, અસલી નકલી ઘીનો આ રીતે થાય છે પર્દાફાશ


આ દિવસે આકાશમાંથી અમૃત વરસે છે 
આ રાતે ચંદ્રમાંથી અમૃત વરસે છે. આ રાતે ખુલ્લા આકાશની નીચે દૂધ- પૌઆ બનાવવામાં આવે છે. ચંદ્રમાંથી નીકળનારી કિરણો સીધી દૂધ- પૌઆ પર પડે છે. ચંદ્રની કિરણોના પ્રભાવથી દૂધ- પૌઆ ઔષધીય ગુણો મળે છે. આ દૂધ- પૌઆ ખાવાથી શ્વાસ સંબંધિત બીમારીઓમાં રાહત મળે છે. દમના રોગીઓ માટે આ ખીર અમૃત સમાન હોય છે. એટલા માટે જ આપણા વડીલો દ્વારા આને પ્રથા તરીકે વિકસાવવામાં આવી છે. માન્યતા મુજબ ધાબા ઉપર રાખેલા આ દુધ પૌંઆ દમના દર્દીઓ માટે એક ઔષધિ જેવું પુરવાર થાય છે. દુધ-પૌંઆ એ પિત્તનાશક છે. વળી, દૂધમાં લેક્ટિક એસિડ હોય છે, જે ચંદ્રના કિરણોમાંથી જંતુનાશક શક્તિ મેળવે છે. ચોખાના સ્ટાર્ચના ઉમેરાવવાથી આ પ્રક્રિયાને વધુ વેગ મળે છે. આ ખીર ખાવાથી અસ્થમા, ચામડીના રોગો અને શ્વસન રોગોમાં વિશેષ લાભ મળે છે.


તો આજે ચાંદીના બાકી સ્ટીલના વાસણમાં દૂધપૌઆ બનાવી તેને મુલાયમ રેશમી સફેદ કપડું બાંધી અથવા ચારણી કે કાણાવાળું ઢાંકણ ઢાકી થોડાક સમય માટે ચંદ્રમાના પ્રકાશ હેઠળ ધાબા પર મૂકજો ને પછી નિરાંતે પરિવાર સાથે બેસી તેની મજા માણજો.


આજે શરદ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણ એક સાથે છે. આજે વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ છે. જે ભારતમાં ચંદ્રગ્રહણ 1 કલાક 16 મિનિટ સુધી દેખાશે. ચંદ્રગ્રહણનો સૂતક કાળ 9 કલાક પહેલાથી શરૂ થશે. બપોરે 2:52 વાગ્યાથી સૂતકનો સમયગાળો શરૂ થશે. આજે મોડી રાત્રે 1.06 કલાકે ચંદ્રગ્રહણ શરૂ થશે. જે 29 ઓક્ટોબર વહેલી સવારે 2:22 વાગ્યે ગ્રહણ સમાપ્ત થશે.