નાડાછડી બાંધવાના આ ફાયદા જાણશો તો ક્યારેય તેને હાથમાંથી નહિ કાઢો
કાંડા પર નાડાછડી બાંધવાની પાછળ એક વૈજ્ઞાનિક તર્ક છે, જે સ્વાસ્થય સાથે જોડાયેલું છે. તો ચાલો, આજે અમે તેમને નાડાછડી બાંધવા પાછળનું સ્વાસ્થ્યનું કારણ જણાવીશું.
નવી દિલ્હી : શું તમે એ વાત પર ધ્યાન આપ્યું છે કે, ધર્મોમાં પૂજાપાઠ સાથે જોડાયેલ અનેક કાર્યોમા અનેક પ્રકારના નિયમો હોય છે અને તમામ ધાર્મિક કાર્યોની પાછળ કોઈને કોઈ વૈજ્ઞાનિક કારણ જરૂર હોય છે. તેમાંથી એક પૂજાપાઠ બાદ હાથમાં નાડાછડી બાંધવાનું છે. વિશેષ પૂડા બાદ હિન્દુ ધર્મમાં કાંડા પર નાડાછડી બાંધવાનો રિવાજ છે. નાડાછડીને હિન્દુઓમાં બહુ જ મહત્વનું માનવામાં આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે, કાંડા પર નાડાછડી બાંધવાની પાછળ એક વૈજ્ઞાનિક તર્ક છે, જે સ્વાસ્થય સાથે જોડાયેલું છે. તો ચાલો, આજે અમે તેમને નાડાછડી બાંધવા પાછળનું સ્વાસ્થ્યનું કારણ જણાવીશું.
સુરક્ષાસૂત્રના રૂપમાં
નાડાછડી દેખાવમાં લાલ અને કેસરી રંગનું હોય છે. શાસ્ત્રો અનુસાર, તેને રક્ષા સૂત્ર પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે, કાંડા પર નાડાછડી બાંધવાથી જીવન પર આવનાર અનેક સંકટોમાંથી રક્ષા મળે છે. પરંતુ આ દોરો તમને અનેક રોગોમાંથી પણ મુક્તિ અપાવે છે. જે કારણે તેને રક્ષા સૂત્ર કહેવામાં આવે છે.
ભગવાનનો આર્શીવાદ મળે છે
હિન્દુ શાસ્ત્રમાં નાડાછડી બાંધવાનું મહત્વનું પણ બતાવવામાં આવે છે. જેના મુજબ, નાડાછડી બાંધવાથી ત્રિદેવો અને ત્રણ મહાદેવીઓની કૃપા થાય છે. આ મહાદેવીઓ છે - મહાલક્ષ્મી, જેમની કૃપાથી ધન સંપત્તિ આવે છે. બીજા મહાદેવી સરસ્વતી, જેમની કૃપાથી વિદ્યા બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને ત્રીજા મહાદેવી મા કાળી, જેમની કૃપાથી મનુષ્ય બળ અને શાંતિ પ્રાપ્ત કરે છે.
પવિત્ર દોરો
શાસ્ત્રોના જણાવ્યા અનુસાર, નાડાછડીનો રંગ અને તેનો એક એક દોરો મનુષ્યને શક્તિ પ્રદાન કરે છે. ન માત્ર તેને બાંધવાથી, પરંતુ તેને સજાવટની વસ્તુઓની વચ્ચે ઘરમાં રાખવીથી બરકત પણ આવે છે અને પોઝિટીવિટી પણ આવે છે .
આર્થિક સમસ્યાઓ દૂર થાય
એવું માનવામાં આવે છે કે નાડાછડીમાં દેવી-દેવતાનું રૂપ હોય છે. નાડાછડીનો દોરો કાચા સૂતરમાંથી તૈયાર કરવામાં આવે છે. તે પીળા, સફેદ, લાલ અને નારંગી રંગનું હોય છે. તેને કાંડા પર બાંધવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
બીમારીઓને દૂર રાખે છે
કાંડા પર નાડાછડી બાંધવાથી તે હંમેશા નસ સાથે જોડાયેલું રહે છે, જે અનેક બીમારીઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેનાથી રક્તનો સંચાર સારો થાય છે. જેને કારણે રક્તચાપ, હૃદયરોગ, ડાયાબિટીસ અને લકવા જેવી ગંભીર બીમારીઓથી દૂર રહેવાય છે.
રોગપ્રતિકાર શક્તિ વધે છે
જ્યારે તમે કાંડા પર નાડાછડી બાંધો છો તો તે એક્યુપ્રેશર અનુસાર, તે તમને મજબૂત અને ફીટ રાખે છે.