સોમનાથ મંદિરમાં છુપાયેલો છે એવો ચમત્કારિક મણિ, જે પથ્થરને પણ સોનું બનાવે છે
Somnath Temple : એવું માનવામાં આવે છે કે, મંદિરમાં શિવલિંગની અંદર સ્યામંતક મણિ સુરક્ષિત રીતે છુપાયેલું છે. સ્યામંતક મણિ ચમત્કારિક ગણાય છે, જેનો સંબંધ ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલો છે, એવું માનવામાં આવે છે કે આ મણિ જેને સ્પર્શે તે સોનું થઈ જાય છે
Shravan Somvar સોમનાથ મંદિર : ગુજરાતના તટ પર આવેલું સોમનાથ મંદિર અનેક રહસ્યોથી ભરેલું મંદિર છે. કથાઓથી ભરપૂર મહાદેવનું જ્યોતિર્લિંગ છે. જેની ગાથા અનેક દેવો સાથે જોડાયેલી છે. કોઈ કહે છે કે સોમનાથ મંદિરમાં આજે પણ ખજાનો છુપાયેલો છે. સોમનાથની ગાથા ગાઓ એટલી ઓછી છે. શ્રાવણ મહિનામાં સોમનાથનું અનેરું મહત્વ હોય છે. ત્યારે આજે તમને સોમનાથના મંદિરનું એક સિક્રેટ જણાવીશું. એવું માનવામાં આવે છે કે, સોમનાથ મંદિરના શિવલિંગની અંદર એક મણિ છુપાયેલો છે.
સોમનાથ મંદિરના શિવલિંગની નીચે સ્યામંતક મણિ
માન્યતા અનુસાર સોમનાથનું જે શિવલિંગ છે તેની નીચે સ્યામંતક મણિ છુપાવવામાં આવ્યો છે. આ મણિ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે તે જે સ્પર્શે તે સોનું થઈ જાય છે. આ મણિમાં રેડિયોએક્ટિવ ગુણો હોવાનું માનવામાં આવે છે. માન્યતા મુજબ આ મણિના ચુંબકીય ક્ષેત્રને કારણે જ શિવલિંગ જમીનથી આટલું ઉપર ટકી રહ્યું છે.
સોમનાથ મંદિરમાં શ્રાવણ નિમિત્તે મોટા બદલાવ કરાયા, દર્શન કરવા જવાના હોય તો ખાસ વાંચો
એવું માનવામાં આવે છે કે, મંદિરમાં શિવલિંગની અંદર સ્યામંતક મણિ સુરક્ષિત રીતે છુપાયેલું છે. સ્યામંતક મણિ ચમત્કારિક ગણાય છે, જેનો સંબંધ ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલો છે. શ્રીકૃષ્ણ તેમના જીવનકાળ દરમિયાન વારંવાર સોમનાથના દર્શનાર્થે આવ્યા હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. એટલે જ શ્રીકૃષ્ણએ તેમના આ આરાધ્યની સમીપે દ્વારિકામાં જ તેમની નગરી વસાવી હતી તેવું કહેવાય છે. એવું કહેવાય છે કે તે એક જાદુઈ પથ્થર હતો, જેનામાં સોનાનું ઉત્પાદન કરવાની ક્ષમતા હતા. એવું પણ માનવામાં આવે છે કે પથ્થરમાં રસાયણ અને કિરણોત્સર્ગી ગુણધર્મો છે અને તે પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર બનાવી શકે છે. જેણે તેને જમીન ઉપર તરતા રહેવામાં મદદ કરી હતી.
સોમનાથ મંદિરના ભવ્ય ઈતિહાસ પર બની ફિલ્મ, 12 ભાષાઓમાં રિલીઝ થશે, આવ્યું ટીઝર
વેદ પુરાણમાં સોમનાથ મંદિરનો ઉલ્લેખ છે. ગુજરાતના પશ્ચિમી દરિયાકાંઠે આવેલા આ મંદિરનો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવત, સ્કંદ પુરાણ, શિવ પુરાણ, ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે. સોમનાથ એ હિન્દુઓ માટે ખૂબ જ મોટું તીર્થધામ છે.
સોમનાથ મંદિરની આસપાસ છુપાયેલો છે ખજાનો
સોમનાથ મંદિરની આસપાસ 2017 માં ગાંધીનગર પુરાતત્વ ખાતા દ્વારા ભૂગર્ભમાં આધુનિક સાધનો વડે સંશોધન કરી અને સોમનાથ ટ્રસ્ટને એક રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. જેમાં સોમનાથની આજુબાજુના અનેક વિસ્તારોમાં ઈતિહાસને લક્ષીને ભૂગર્ભમાં અનેક બાંધકામ અને ધાતુઓની પ્રતિમા હોવાનુ રિપોર્ટમાં સામે આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટ (somnath temple) ના ટ્રસ્ટીની 2017 માં દિલ્હી ખાતે એક બેઠક વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) ના નિવાસસ્થાને મળી હતી. જેમાં સોમનાથના રહેવાસી અને ટ્રસ્ટી જે.ડી. પરમારે સોમનાથ આજુબાજુના વિસ્તારમાં પુરાતત્વ સંશોધન થવુ જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો.
સોમનાથ મંદિરનું સિક્રેટ : બહાર ગમે તેટલી ગરમી હોય, પણ અંદરથી ઠંડુગાર હોય છે મંદિર
સોમનાથ મંદિર તેમજ પ્રભાસ પાટણમાં અનેક એવા ઐતિહાસીક સ્થળો છે, જ્યાં પુરાતત્વ વિભાગ ધ્યાન આપે તો ઐતિહાસીક ધરોહરનો ખજાનો નીકળી શકે છે. જેમ કે, પ્રભાસમાં સૂર્યનારાયણની બાર કળાના 12 મંદિર હતા. જેમાંથી માત્ર એક જ મંદિર હાલ હયાત છે. હીંગળાજ માતાજીની ગુફા જેવા અનેક સ્થળો છે. આ સંસ્થાના નિષ્ણાતોએ પોતાના સંશોધન નિષ્પક્ષ આપી અને સોમનાથ ટ્રસ્ટને જે રિપોર્ટ આપવામાં આવ્યો છે, તે ઘણો મહત્વનો છે. જો પુરાતત્વ દ્વારા ખોદકામ કરવામાં આવે તો ઈતિહાસનું બીજુ પાનુ ખૂલી શકે છે.
સોમનાથ મંદિરની આસપાસ છુપાયેલો છે ખજાનો, ખોદકામ કરાય તો ઈતિહાસનું બીજુ પાનુ ખૂલી શકે