Swapna Shastra: હિન્દુ ધર્મમાં ગાયનું વિશેષ મહત્વ છે. ગાયને પૂજનીય માનવામાં આવે છે અને માન્યતા છે કે ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય છે. ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર પણ જો સપનામાં ગાય દેખાય તો તે ભગવાન જોયા સમાન પવિત્ર બાબત છે. સપનામાં ગાયનું દેખાવુ અત્યંત શુભ માનવામાં આવે છે. જ્યારે વ્યક્તિને કેટલાક લાભ થવાના હોય છે ત્યારે તેને સપનામાં ગાય દેખાય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે સપનામાં ગાયનું દેખાવો કેવા લાભો તરફ સંકેત કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપનામાં ગાય દેખાય તો કેવા થાય છે લાભ


આ પણ વાંચો:


નવેમ્બર મહિનાની શરુઆતમાં શુક્રનું રાશિ પરિવર્તન, આ રાશિના લોકો દિવસ-રાત છાપશે રુપિયા


Geeta Gyan: વ્યક્તિની આ 4 ઈચ્છા તેને કરે છે બરબાદ, સમય રહેતા સુધરી જવામાં છે ભલાઈ


વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ચાર રાશિઓ માટે બનશે સંકટનું કારણ, બચવા માટે કરો આ ઉપાય


- સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં ગાય જોવા મળે તો વ્યક્તિને આગામી દિવસોમાં શુભ સમાચાર મળે છે અને ઘરમાં ખુશહાલી વધે છે. ઘર પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને બિઝનેસમાં પણ આર્થિક લાભ થઈ શકે છે.


- જો સપનામાં ગાયની સાથે તેનું વાછરડું પણ જોવા મળે તો તે પણ અતિ શુભ છે. આવું સપનું દેખાવું તેનો અર્થ થાય છે કે તમે જે કામની શરૂઆત કરવા ઈચ્છો છો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે 


- સપનામાં જો તમે એવું અનુભવો કે તમે કોઈ ગાયને રોટલી ખવડાવી રહ્યા છો તો તે શુભ છે આબુ સપનું આવે તો સમજી લેવું કે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા દૂર થશે અને આગામી દિવસો શુભ રહેવાના છે.


- સપનામાં જો તમે એવું અનુભવો કે તમે ગાયનું દૂધ પી રહ્યા છો તો તે સફળતાનો સંકેત હોય છે.તમે જે કાર્ય પર મહેનત કરી રહ્યા છો તે કાર્યોમાં ટૂંક સમયમાં જ તમને સફળતા મળી જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)