Shukra Gochar 2023: નવેમ્બર મહિનાની શરુઆતમાં થશે શુક્રનું રાશિ પરિવર્તન, આ 3 રાશિના લોકો દિવસ-રાત છાપશે રુપિયા

Shukra Gochar 2023: આગામી નવેમ્બર મહિનામાં સૌથી પહેલા શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન થવાનું છે. મહિનાની શરૂઆતમાં શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે. દિવાળી પહેલા આ એક મહત્વની ઘટના છે. આ ગોચર 3 નવેમ્બરના રોજ સવારે 4:58 કલાકે થશે. તો ચાલો તમને પણ જણાવીએ શુક્રનું રાશિ પરિવર્તન કઈ કઈ રાશિને લાભ કરશે.

Shukra Gochar 2023: નવેમ્બર મહિનાની શરુઆતમાં થશે શુક્રનું રાશિ પરિવર્તન, આ 3 રાશિના લોકો દિવસ-રાત છાપશે રુપિયા

Shukra Gochar 2023: જ્યારે કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને રાશિ પરિવર્તન કહેવામાં આવે છે. આ રાશિ પરિવર્તન તમામ રાશિઓને અસર કરે છે. ઘણી રાશિઓને તેનાથી લાભ થાય છે તો કેટલીક રાશિઓને ગ્રહ ગોચરથી સમસ્યાનો સામનો કરવો પડે છે. 

આગામી નવેમ્બર મહિનામાં સૌથી પહેલા શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન થવાનું છે. મહિનાની શરૂઆતમાં શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે. દિવાળી પહેલા આ એક મહત્વની ઘટના છે. આ ગોચર 3 નવેમ્બરના રોજ સવારે 4:58 કલાકે થશે. તો ચાલો તમને પણ જણાવીએ શુક્રનું રાશિ પરિવર્તન કઈ કઈ રાશિને લાભ કરશે.

આ પણ વાંચો:

કર્ક રાશિ
શુક્રનું ગોચર કર્ક રાશિના ત્રીજા ભાવમાં થશે. આ રાશિના લોકોના ઘણા દિવસોથી અટકેલા કામ પુરા થવા લાગશે. તેમની મહેનતનું ફળ મળવા લાગશે. જો તેમની કોઈ જૂની અધુરી ઈચ્છા હોય તો તે પૂરી થવાની સંભાવના છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. આ રાશિના લોકો મોટા પદ પર પણ પહોંચી શકે છે.
 
કન્યા રાશિ 
શુક્ર ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે, તેથી આ રાશિના લોકો પર વિશેષ કૃપા વરસશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમનો તમારો સારો સમય શરૂ થવાનો છે.  નવી નોકરીની તકો મળવાની સંભાવનાઓ છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠાને પણ વધશે. તમારી આવકમાં પણ વધારો થવાની સંભાવના છે. તમારું સ્વાસ્થ્ય પણ પહેલા કરતા સારું રહેશે. વેપારી વર્ગને મોટો લાભ થઈ શકે છે. 

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકોને શુક્રના ગોચરથી ફાયદો થવાનો છે.  નોકરીયાત અને ધંધાદારી લોકો સાનુકૂળ સંજોગોમાં સમય પસાર કરશે. જીવનસાથી સાથેના મતભેદો દૂર થશે. બંને વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધ આગળ વધે તેવી સંભાવના છે. લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહેલા કેસનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news