Lizard Indication: મોટાભાગના લોકોના ઘરમાં ગરોળી જોવા મળે જ છે. આ જીવ આમ તો ચુપચાપ ઘરની દિવાલો પર જોવા મળે છે. પરંતું તેનાથી લોકો ખૂબ ડરે છે. ઘરમાં ગરોળી આવે કે તેને તુરંત ઘરની બહાર કાઢવાના પ્રયત્ન શરુ થઈ જાય છે.  જો કે જ્યોતિષ શાસ્ત્રમાં ગરોળી વિશે ઘણી વાતો કહેવામાં આવી છે. કેટલાક લોકો ગરોળી દેખાવી શુભ ગણે છે તો કેટલાક લોકો અશુભ માને છે. તો આજે તમને જણાવીએ ખરેખર ઘરમાં ગરોળી હોવી તે કેવો સંકેત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


5 મે 2023 ના રોજ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, જાણો સૂતક કાળ માન્ય છે કે નહીં


અત્યંત ચમત્કારી હોય છે આ સફેદ ફૂલ, દાંપત્યજીવનથી લઈ પરિવારનો ક્લેશ કરી શકે છે દુર


જાણો ક્યારે છે મોહિની એકાદશી ? ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા કરો આ સરળ કામ


1. મોટાભાગના લોકો ગરોળીનું નામ આવતાં જ મોં બગાડે છે. કારણ કે તેમને તેનાથી ડર લાગે છે અને ચીતરી ચઢતી હોય છે. જ્યારે શાસ્ત્રોમાં ગરોળીને રૂપિયાની દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે. ગરોળીનો સંબંધ ધન અને માતા લક્ષ્મી સાથે છે. આ જ કારણ છે કે નવા ઘરની વાસ્તુ પૂજામાં પણ ચાંદીની ગરોળીનો ઉપયોગ કરવામાં આવે છે. ઘરમાં ગરોળી હોય તો સુખ-સમૃદ્ધિ આવે છે તેવી માન્યતા છે.


 
2. શુકન અને વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરની આસપાસ ગરોળી જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે નજીકના ભવિષ્યમાં પૈસા મળવાનો સંકેત આપે છે. જો દિવાળીની રાત્રે ઘરમાં ગરોળી દેખાય તો માની લો કે માં લક્ષ્મી આખા વર્ષ દરમિયાન તમારા પર અપાર આશીર્વાદ વરસાવશે. તે સુખ અને ધન પ્રાપ્તિનો સંકેત હોય છે.



3. ઘરમાં એક સાથે 3 ગરોળી જોવી પણ ખૂબ જ શુભ હોય છે. આવું થવું એ કોઈ સારા સમાચાર મળવાનો સંકેત છે. જો તમે નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છો અને તે જ સમયે ગરોળી દેખાય છે, તો તે ખૂબ જ શુભ છે. તેનો અર્થ એ છે કે તમને પૂર્વજોનો આશીર્વાદ છે અને માં લક્ષ્મી પણ તેમના આશીર્વાદ વરસાવશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)