Shakun Shastra: વાસ્તુશાસ્ત્રમાં રોજના કેટલાક કામને લઈને શુકન અપશુકન વિશે જણાવવામાં આવ્યું છે. રસોડાની કેટલીક વસ્તુઓ ઢોળાઈ જાય કે ઉભરાઈ જાય તો તેના શુભ અને અશુભ પ્રભાવ વ્યક્તિના જીવન પર પણ પડે છે. શુકનશાસ્ત્રમાં પણ કહેવાયું છે કે ઘરમાં બનતી કેટલીક ઘટનાઓ આવનારા સમયમાં આવનાર સંકટનો સંકેત હોય છે. ખાસ કરીને દૂધને લઈને ખાસ ધ્યાન રાખવું જોઈએ. દૂધ સંબંધિત શુકન અને અપશુકન વિશે વાસ્તુશાસ્ત્રમાં પણ  જણાવવામાં આવ્યું છે. આજે તમને દૂધ સંબંધિત આવી જ ઘટનાઓ વિશે જણાવીએ જે આવનારા સંકટનો સંકેત કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ઓગસ્ટ મહિનામાં આ રાશિઓ પર શનિ છે ભારે, 31 દિવસ હશે કભી ખુશી કભી ગમ જેવા


શાસ્ત્રોમાં કહેવાયું છે કે દૂધ ઢોળાય જાય કે ગરમ કરતી વખતે ઉભરાઈ જાય તો તે સારો સંકેત નથી. જો ઘરમાં વારંવાર દૂધ ઉભરાતું હોય તો તે ઈશારો છે કે માતા લક્ષ્મી નારાજ છે. વારંવાર દૂધ ઢોળાય જવું કે ઉભરાય જવું ધનહાનિ, ગરીબી અને ભવિષ્યમાં મોટું સંકટ આવવાનો સંકેત હોય છે. 


આ પણ વાંચો: ઘરમાં મની પ્લાંટ હોય તો શુક્રવારે તેમાં નાખો આ વસ્તુ, માતા લક્ષ્મી ભરશે ધનના ભંડાર


આમ તો કોઈ પણ દિવસે દૂધ ઉભરાય નહીં કે ઢોળાય નહીં તે વાતનું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ સપ્તાહનો એક દિવસ એવો છે જ્યારે દૂધ ઉભરાય તો તે સૌથી ખરાબ ગણાય છે. આ દિવસે દૂધ ઢોળાઈ જાય કે ઉભરાય જાય તો સમજી લેવું કે આવનારા સમયમાં મોટી ધનહાની થઈ શકે છે. 


બુધવારે દૂધ ઉભરાવવું 


આ પણ વાંચો: 31 જુલાઈ પછીનો સમય આ 3 રાશિ માટે સૌથી બેસ્ટ, શુક્ર અને ગુરુ ગ્રહ ચમકાવી દેશે ભાગ્ય


જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવારના દિવસે દૂધ ઉભરાય જાય કે ઢોળાઈ જાય તો તે સૌથી મોટું અપશુકન છે. આ દિવસે દૂધનો ઉભરાવવું નોકરી અને વેપારમાં હાની કે નુકસાનના યોગ બનાવે છે. તેનાથી ધનની આવકમાં બાધા ઉત્પન્ન થાય છે. તેથી બુધવારના દિવસે દૂધ ગરમ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું. આ સાથે જ બુધવારના દિવસે એવી કોઈ મીઠાઈ કે વસ્તુ ન બનાવી જેમાં દૂધ બાળવું પડે. એટલે કે બુધવારે ખીર કે દૂધમાંથી બનતી અન્ય મીઠાઈઓ પણ ન બનાવવી.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)