Shami Plant Benefits: વાસ્તુશાસ્ત્ર અને વૈદિક જ્યોતિષમાં એવા ઘણા છોડનું વર્ણન કરવામાં આવ્યું છે જેને ઘરમાં લગાડવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેનું કારણ છે કે આ છોડ કોઈને કોઈ ભગવાનને પ્રિય હોય છે ઘરમાં આ છોડ રાખવાથી દેવી-દેવતાઓનો પણ ઘરમાં વાસ થાય છે. આવું જ એક પવિત્ર છોડ છે શમીનો છોડ. આ છોડ ઘરમાં લગાડવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને સાડાસાતી તેમજ ઢૈયાથી રાહત મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


શમીનો છોડ શનિદેવને ખૂબ જ પ્રિય છે. તેની ઘરમાં લગાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત નિયમિત રીતે શમીની પૂજા કરવાથી  જીવનમાંથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. શમીના છોડમાં શનિદેવનો વાસ હોય છે તેમ માનવામાં આવે છે.
 
આ પણ વાંચો:


શનિ જયંતિ 18 તારીખે ઉજવાશે કે 19? જાણો તારીખ અને શનિદેવને પ્રસન્ન કરવાનો ઉપાય


દૈનિક રાશિફળ 18 મે : આ રાશિઓને આજે મળશે દરેક કાર્યમાં સફળતા, અચાનક થશે આર્થિક લાભ


Thursday Upay: ગુરુવારે નખ કાપવાથી લઈ આ કામ કરવાનું ટાળવું, કરનાર ભોગવે છે ગરીબી
 


નકારાત્મક ઊર્જા થાય છે દુર


આ છોડ સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા વધારે છે. આ સિવાય ઘણા ગુણો શમીના છોડના છે. શમીનો છોડ ઘરમાં રાખવાથી પાપનો નાશ થાય છે અને તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓ અને તંત્ર-મંત્રના અવરોધો દુર થાય છે.


સાડા ​સાતી

માનવામાં આવે છે કે શમીનો છોડ જેટલો મોટો થાય એટલી જ ઘરમાં સમૃદ્ધિ વધે છે. આ સિવાય ઘરમાં તેને રાખવાથી શનિની મહાદશા, ઢૈયા કે સાડાસાતીથી રાહત મળે છે.


સ્વાસ્થ્ય સમસ્યા

શમીના લાકડાને કાળા દોરામાં બાંધી અને ધારણ કરવાથી કુંડળીમાં શનિની નબળી સ્થિતિ સંબંધિત સમસ્યાથી રાહત મળે છે અને દુર્ઘટના કે ખરાબ સ્વાસ્થ્યની સંભાવનાઓ દૂર થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)