Thursday Upay: ગુરુવારે નખ કાપવાથી લઈ આટલા કામ કરવાનું ટાળવું, કરનારને ભોગવવી પડે છે ગરીબી

Thursday Upay: શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ગુરુવારના દિવસે કેટલાક કામ કરવાનું પણ ટાળવું જોઈએ. ગુરુવારે આ કામ કરવાથી બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુ નારાજ થાય છે અને જીવનમાં કષ્ટ વધે છે. 
 

Thursday Upay: ગુરુવારે નખ કાપવાથી લઈ આટલા કામ કરવાનું ટાળવું, કરનારને ભોગવવી પડે છે ગરીબી

Thursday Upay: હિન્દુ ધર્મમાં દરેક દિવસને કોઈને કોઈ દેવતાને સમર્પિત માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની શ્રદ્ધાપૂર્વક આરાધના કરવાથી જીવનમાં આવેલી મોટામાં મોટી સમસ્યા પણ દૂર થઈ. સાથે જ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ગુરુવારના દિવસે કેટલાક કામ કરવાનું પણ ટાળવું જોઈએ. ગુરુવારે આ કામ કરવાથી બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુ નારાજ થાય છે અને જીવનમાં કષ્ટ વધે છે. 

 

આ પણ વાંચો:

ગુરુવારના દિવસે ન કરો આ કામ

 

1. ગુરુવારના દિવસે હાથ કે પગના નખ કાપવા જોઈએ નહીં. આમ કરવાથી સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે અને ગુરુ ગ્રહની સ્થિતિ નબળી પડે છે.
 

2. ગુરુવારના દિવસે દાઢી કે વાળ પણ કરાવવા જોઈએ નહીં તેનાથી સંતાન સુખ સંબંધિત સમસ્યા ઉત્પન્ન થાય છે. 
 

3. ગુરૂવારના દિવસે મહિલાઓએ પોતાના વાળ ધોવા જોઈએ નહીં આમ કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ નબળી પડે છે અને દાંપત્ય જીવન પર પણ ખરાબ અસર થાય છે. 
 

4. શાસ્ત્રો અનુસાર ગુરૂવારના દિવસે કપડાં ધોવાનું પણ ટાળવું જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને દરિદ્રતા વધે છે.
 

5. ગુરૂવારના દિવસે કેળાના ફળનું સેવન કરવાનું ટાળવું જોઈએ કારણકે આ દિવસે કેળાના ઝાડની પૂજા કરવાનું વિધાન છે. 
 

6. ગુરુવારે કોઈ પણ ખોરાકમાં ઉપરથી નમક ઉમેરીને ખાવું જોઈએ નહીં. તેનાથી ગુરુની સ્થિતિ ખરાબ થાય છે અને કાર્યોમાં બાધા આવે છે. 
 

7. ગુરૂવારના દિવસે પૂજા પાઠ સંબંધિત વસ્તુઓ, આંખ સંબંધીત વસ્તુ અને ધારદાર વસ્તુ તેમજ વાસણની ખરીદી કરવી જોઈએ નહીં.
 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news