Grah Gochar 2025: જ્યોતિષ ગણના અનુસાર વર્ષ 2025 ની શરૂઆત મહત્વપૂર્ણ ફેરફારો સાથે થવાની છે. જ્યોતિષશાસ્ત્રના બે મહત્વપૂર્ણ ગ્રહ એટલે કે ગુરુ અને શનિ આ વર્ષની શરૂઆતમાં પોતાની ચાલ બદલશે. દેવગુરુ બૃહસ્પતિ અને શનિદેવ આગામી વર્ષે રાશિ પરિવર્તન કરશે. આ બંને ગ્રહ અન્ય ગ્રહ કરતાં ધીમી ગતિએ રાશિ બદલે છે. ગુરુ એક રાશિમાં એક વર્ષ રહે છે તો શનિ એક રાશિમાં અઢી વર્ષ બિરાજમાન રહે છે. તેથી જ આ બંનેના કારણે જીવન પર પડતો પ્રભાવ પણ લાંબા સમય સુધી રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 11 તારીખથી શરુ થતું સપ્તાહ મિથુન રાશિ માટે ભાગ્યશાળી અને ઉત્તમ ફળ પ્રદાન કરનારું


શનિ અને ગુરુ ક્યારે બદલશે ચાલ ? 


દેવગુરુ બૃહસ્પતિ હાલ શુક્રની રાશિ વૃષભમાં ગોચર કરે છે. 14 મે 2025 ના રોજ ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે. જ્યારે શની હાલ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરે છે. જે 29 માર્ચ 2025 ના રોજ મીન રાશિમાં ગોચર કરશે. આ રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે. 


ગુરુ અને શનિનો રાશિઓ પર પ્રભાવ 


આ પણ વાંચો:12 વર્ષ પછી મિથુન રાશિમાં બનશે ગજલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિને થશે અણધાર્યો મોટો ધન લાભ


મેષ રાશિ 


આ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે અને સકારાત્મકતા આવશે. પોતાના લક્ષણોને પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. કરિયરમાં નવી તકો પ્રાપ્ત થશે. પ્રમોશન અથવા તો પગાર વધારવાની સંભાવના. વેપારમાં પણ વૃદ્ધિ થશે. આ સમય દરમિયાન કરેલું રોકાણ લાભદાયક સાબિત થશે. કાયદાકીય મામલામાં સફળતા મળશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. 


વૃષભ રાશિ


વૃષભ રાશિના લોકો પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળ થશે. નવી નોકરીમાં સફળતા મળી શકે છે. નોકરીમાં સ્થિરતા આવશે. માન સન્માન વધશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપાર નો વિસ્તાર થશે. આવકમાં વૃદ્ધિ થશે અને ધન લાભના પણ યોગ છે. પરિવાર સાથે સંબંધ મજબૂત બનશે. દાંપત્યજીવનમાં સુખ શાંતિ રહેશે. 


આ પણ વાંચો:આગામી 30 દિવસ સુધી આ 3 રાશિના લોકો ભોગવશે રાજસી સુખ, અચાનક મળશે ધન, પ્રસિદ્ધિ


મિથુન રાશિ 


મિથુન રાશિના લોકો વધારે સંવેદનશીલ અને મિલનસાર બનશે. ધન કમાવાના પ્રયત્નો સફળ થશે. લેખન સંચાર અને મીડિયા સાથે જોડાયેલા લોકો માટે સમય સારો. નવી નોકરી મળવાની સંભાવના. આવકમાં વધારો થશે. વિવાદોનો અંત આવશે. અટકેલા કામ પૂર્ણ થવા લાગશે. લવ લાઈફ સારી રહેશે. બીમારીઓથી મુક્તિ મળશે. 


આ પણ વાંચો: Vastu Tips: ઘરની આ 3 વસ્તુને ખાલી ક્યારેય ન રાખવી, રાખવાથી ઘરમાં નથી ટકતું ધન


કર્ક રાશિ 


કર્ક રાશિ ના લોકો પરિવાર અને મિત્ર સાથે સારો સમય પસાર કરશે. કાર્ય સ્થળ પર સંબંધો સુધરશે. વેપારમાં સ્થિરતા આવશે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોનો અંત આવશે. કાયદાકીય મામલામાં સફળતા મળશે. અટકેલા કામ ઝડપથી પૂરા થશે. પરિવારના સભ્યો સાથે સંબંધ મધુર થશે. દાંપત્ય જીવનમાં પ્રેમ વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે. બીમારીથી મુક્તિ મળશે. 


આ પણ વાંચો: ગુરુ અને ચંદ્ર ગ્રહ બનાવશે ગજકેસરી યોગ, વૃષભ, કર્ક સહિત 4 રાશીને થશે બમ્પર ફાયદો


સિંહ રાશિ 


સિંહ રાશીના લોકો આત્મવિશ્વાસી બનશે. પોતાના કાર્યોમાં સફળતા મળશે. પ્રમોશનની શક્યતા. વિદ્યાર્થીઓ માટે સારો સમય. વેપાર નો વિસ્તાર થશે. આવક વધશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ રહેશે. માનસિક ચિંતા ઓછી થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)