Gaj Lakshmi Rajyog: 12 વર્ષ પછી મિથુન રાશિમાં બનશે ગજલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિને થશે અણધાર્યો મોટો ધન લાભ
Gaj Lakshmi Rajyog: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે બૃહસ્પતિ અને શુક્ર ગ્રહ એક રાશિમાં હોય છે ત્યારે અત્યંત શુભ અને લાભકારી યોગનું નિર્માણ થાય છે. વર્ષ 2025 ની શરૂઆતમાં પણ આવો શુભ યોગ એટલે કે ગજ લક્ષ્મી રાજયોગ બનશે. જેની અસરના કારણે ત્રણ રાશિના લોકોનું ભાગ્ય બુલંદીઓ પર હશે. આ રાશિઓનું ભાગ્ય વર્ષ 2025 માં એવું પલટી મારશે કે લોકો જોતા રહી જશે.
Trending Photos
Gaj Lakshmi Rajyog: જ્યોતિષશાસ્ત્રમાં બૃહસ્પતિને શુભ ગ્રહ માનવામાં આવે છે. બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહ બાર વર્ષે રાશિ ચક્ર માં પરિવર્તન પૂરું કરે છે. કારણ કે એક રાશિમાં ગુરુ ગ્રહ એક વર્ષ સુધી રહે છે. હાલ ગુરુ શુક્રની રાશી વૃષભમાં ગોચર કરે છે. આગામી વર્ષે એટલે કે વર્ષ 2025 માં ગુરુ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહ પછી જુલાઈ મહિનામાં શુક્ર ગ્રહ પણ મિથુન રાશિમાં આવશે. મિથુન રાશિમાં ગુરુ અને શુક્ર 12 વર્ષ પછી સાથે હશે. જેના કારણે ગજ લક્ષ્મી રાજયોગ નું નિર્માણ થશે. આ યોગના કારણે કેટલીક રાશિના લોકોનું ભાગ્ય બદલી જશે. આ રાશિના લોકોના જીવનમાં જે પરિવર્તન આવશે તેને જોઈને સૌ કોઈ દંગ રહી જશે.
ક્યારે સર્જાશે ગુરુ શુક્રની યુતિ?
પંચાંગ અનુસાર ગુરુ ગ્રહ 14 મે 2025 ની રાત્રે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી એક વર્ષ સુધી ગુરુ આ રાશિમાં ગોચર કરશે. ગુરુના આ ગોચર દરમિયાન જુલાઈ મહિનામાં 26 તારીખે શુક્ર ગ્રહ પણ મિથુન રાશિમાં આવી જશે. શુક્ર 21 ઓગસ્ટ સુધી મિથુન રાશિમાં ગોચર કરશે. એટલે કે જુલાઈથી ઓગસ્ટ સુધી મિથુન રાશિમાં ગજ લક્ષ્મી રાજયોગ બનશે. મિથુન રાશિમાં શુક્ર અને ગુરુની યુતિથી કઈ ત્રણ રાશિને લાભ થવાનો છે તે પણ જાણી લો.
તુલા રાશિ
આ યોગ ના કારણે તુલા રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં લાભ મળશે. જીવનસાથી સાથે પ્રેમ સંબંધ સુધરશે. કાર્ય સ્થળ પર પ્રગતિ થવાના યોગ છે. મહેનતથી કરેલા કાર્યમાં સફળતા મળશે. જુના રોકાણથી મોટો ધનલાભ થઈ શકે છે. કામના કારણે યાત્રા થશે જે સફળતા અપાવશે.
સિંહ રાશિ
આ રાશિના લોકો માટે પણ બૃહસ્પતિ અને શુક્રની યુતી અનુકૂળ સાબિત થવાની છે. સ્વાસ્થ્ય સુધરશે. બિઝનેસ ને આગળ વધારવા માટે જે યોજનાઓ અમલમાં મૂકશો તે સફળ થશે. પ્રમોશન સાથે પગાર વધારો પણ થઈ શકે છે. જે કાર્યમાં મુસીબત આવતી હતી અને અટકતા હતા તે પૂરા થઈ શકે છે.
મિથુન રાશિ
આ રાશિમાં જ શુક્ર અને ગુરુ નું મિલન થવાનું છે. તેથી આ રાશિના લોકોની આવકના સ્ત્રોત વધી જશે. શુક્રની કૃપાથી પ્રેમ સંબંધ સારા રહેશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સુધરી જશે. અલગ અલગ કારણે લીધેલી લોન ચૂકવવામાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય. સંતાન તરફની ચિંતાઓ દૂર થશે
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે