30 વર્ષ બાદ મંગળ અને શનિએ બનાવ્યો વિનાશકારી અંગારક યોગ, આ ત્રણ જાતકો પર પડશે ખરાબ અસર
Astrology News: વૈદિક જ્યોતિષ અનુસાર રાહુ અને મંગળની યુતિથી અંગારક યોગ બનવા જઈ રહ્યો છે. આ ખતરનાક યોગ કેટલાક જાતકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
Angarak Yog: વૈદિક પંચાગ અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયે અન્ય ગ્રહોની સાથે યુતિનું નિર્માણ કરે છે. જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે મંગળ ગ્રહે મીન રાશિમાં પ્રવેશ કરી લીધો છે, જ્યાં પહેલાથી રાહુ ગ્રહ સ્થિત છે. તેવામાં આ બંને ગ્રહોની યુતિથી અંગારક યોગનું નિર્માણ થયું છે. જ્યોતિષમાં આ યોગને ખુબ ખતરનાક માનવામાં આવ્યો છે. તેથી આ યોગના પ્રભાવથી કેટલાક જાતકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સાથે આ જાતકોને આર્થિક નુકસાન, સ્વાસ્થ્ય અને સંબંધોમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવો આ રાશિ વિશે જાણીએ...
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે અંગારક યોગ હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના ધન અને વાણી ભાવ પર બનવા જઈ રહ્યો છે. આ સમયે તમારું ધન અટવાઈ શકે છે. તમે કોઈ વાતને લઈને તણાવમાં રહી શકો છો. આ સમયમાં તમારે વાણી પર કાબુ રાખવો જોઈએ. બાકી સંબંધો ખરાબ થઈ શકે છે. પરંતુ આ સમયે તમને કોઈ ખુશખબર મળી શકે છે. જેનાથી તમારૂ મન પ્રસન્ન રહેશે.
આ પણ વાંચોઃ 500 વર્ષ બાદ નવ પંચમ રાજયોગ, આ ત્રણ જાતકોની દરેક ઈચ્છાઓ થશે પૂરી, ધનલાભનો યોગ
કન્યા રાશિ
અશુભ અંગારક યોગ બનવાથી કન્યા રાશિના જાતકોને નુકસાન થઈ શકે છે. કારણ કે આ ગોચર તમારી ગોચર કુંડળીના સપ્તમ ભાવ પર બનવા જઈ રહ્યું છે. તેથી આ સમયે તમારે લગ્ન જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી આ સમયે તમારી વાણી પર સંયમ રાખો. તમારે ભાગીદારીમાં કામ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન વેપારીઓ માટે મુશ્કેલ સમય રહેશે.
કુંભ રાશિ
અંગારક યોગ તમારા માટે પ્રતિકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીથી 12માં સ્થાન પર બનશે. તેથી આ દરમિયાન તમારૂ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. સાથે તમને આર્થિક નુકસાન થઈ શકે છે. તો કોઈ વાતને લઈને પરિવારજનો સાથે વિવાદ થઈ શકે છે. આ સમયે તમારા પર કોઈ ખોટો આરોપ લાગી શકે છે. આ સમયે તમારે રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ. કોઈ નવું કામ આ સમયમાં શરૂ ન કરવું જોઈએ.
(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય અને સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લઈ શકો છો.