500 વર્ષ બાદ નવ પંચમ રાજયોગ, આ ત્રણ જાતકોની દરેક ઈચ્છાઓ થશે પૂરી, ધનલાભ અને પ્રગતિનો યોગ
Guru-Budh Yuti: પંચાગ અનુસાર આ વર્ષે 25 માર્ચે હોળી ઉજવવામાં આવશે અને હોળીના બીજા દિવસે 26 માર્ચે બુધ મેષ રાશિમાં ગુરૂ ગ્રહની સાથે મળી નવ પંચમ રાજયોગનું નિર્માણ કરશે.
ગુરૂ-બુધ યુતિ
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરે છે. ગ્રહોના રાજકુમાર બુધે 7 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. આશરે 20 દિવસ બાદ ફરી બુધ રાશિ પરિવર્તન કરશે. હવે 26 માર્ચે મીન રાશિમાંથી નિકળી મેષ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલાથી દેવગુરૂ બૃહસ્પતિ હાજર છે. માર્ચ મહિનાના અંતમાં મેષ રાશિમાં બુધ-ગુરૂની યુતિ ખાસ માનવામાં આવી રહી છે. માન્યતા છે કે બુધ અને ગુરૂની યુતિથિ નવ પંચમ રાજયોગનું નિર્માણ થાય છે. જ્યોતિષીય ગણનાઓ અનુસાર ગુરૂ એક રાશિમાંથી બીજી રાશિમાં આશરે એક વર્ષ બાદ ગોચર કરે છે. આવો જાણીએ બુધ-ગુરૂની યુતિથી કયાં જાતકોને લાભ થશે.
મેષ રાશિ
હોળી બાદ આવનારો સમય મેષ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. કામમાં ઈચ્છિત પરિણામ મળશે. ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે. વેપારમાં લાભ થશે. નાણા કમાવાના નવા માર્ગ ખુલશે. લાંબા સમયથી અટવાયેલા કામ થવા લાગશે. કરિયરમાં પ્રગતિ માટે નવી તક મળશે.
સિંહ રાશિ
સામાજિક પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. કાર્યોમાં આવી રહેલા વિઘ્નો દૂર થશે. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારાની તક વધશે. ઘરમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે. કામના સંબંધમાં વિદેશ યાત્રાનો યોગ બનશે. પારિવારિક જીવન સુખમય રહેશે.
તુલા રાશિ
માર્ચ મહિનાના અંતિમ સમયમાં તુલા રાશિના જાતકોના સારા સમયની શરૂઆત થશે. ઉર્જા અને આત્મવિશ્વાસમાં વધારો થશે. સગાઈ-લગ્ન નક્કી થઈ શકે છે. આવકમાં વધારો કરવાની નવી તક મળશે. ઓફિસમાં ઉચ્ચાધિકારીઓનો સહયોગ મળશે. નોકરી-વેપારમાં પ્રગતિ થશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય અને સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લઈ શકો છો.
Trending Photos