Budh Gochar 2024: જ્યારે બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે વાણી, વેપાર, શેર બજાર, ધન સહિતના ક્ષેત્રો પર અસર થાય છે. બુધ ગ્રહ શનિની રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. શનિ ન્યાયના દેવતા છે અને કર્મ અનુસાર ફળ આપનાર છે. 20 ફેબ્રુઆરીએ બુધ રાશિ પરિવર્તન કરી શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. આ સમયે શનિ પોતાની રાશિમાં પહેલાથી જ છે. જેથી કુંભ રાશિમાં શનિ અને બુધની યુતિ સર્જાવાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: મહાદેવના આશીર્વાદથી દરેક મનોકામના થશે પુરી, બસ સોમવારે કરી લો કાળા તલનો આ ઉપાય


શનિ અને બુધની આ યુતિ પ્રભાવશાળી રહેશે. આ યુતિની અસર 12 રાશિના જાતકો પર થશે. કેટલીક રાશિઓને આ સમય દરમિયાન લાભ થશે તો કેટલીક રાશિઓને સંભાળીને રહેવું પડશે. રાશિ ચક્રની ત્રણ રાશિ એવી છે જેમના માટે શનિ અને બુધની યુતિ શુભ સાબિત થશે. તો ચાલો તમને જણાવીએ એ રાશિ કઈ છે જેના માટે શનિ અને બુધ લાભકારી રહેશે. 


શનિ-બુધની યુતિથી આ રાશિઓને થશે લાભ


આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: 19 થી 25 ફેબ્રુઆરી સુધીનો કેવો રહેશે તમારા માટે જાણવા વાંચો રાશિફળ


મિથુન રાશિ


શનિ અને બુધ ગ્રહની યુતિ બનવાથી મિથુન રાશિના લોકોને ખૂબ જ લાભ થઈ શકે છે. આ રાશિના લોકોના સારા દિવસોની શરૂઆત થશે. અટકેલા કામ પૂરા થવા લાગશે. આ સમય દરમિયાન યાત્રા પર જવાનું પણ થઈ શકે છે. પરિવારના લોકોનો સહયોગ મળશે. કમાણી વધશે. સમાજમાં માન સન્માન વધશે. કારકિર્દીમાં લાભ થશે.


આ પણ વાંચો: Surya Budh Yuti: શનિની રાશિમાં સર્જાશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓનું વધશે બેંક બેલેંસ


મકર રાશિ


મકર રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. બુધના ગોચર થી શનિ અને બુધની જે યુતી સર્જાશે તે મકર રાશિના લોકોને લાભ આપશે. આ રાશિના લોકોને ધન અને વાણીની બાબતમાં લાભ થશે. બેરોજગાર લોકોને રોજગાર મળશે. નોકરી અને વેપારમાં પ્રગતિ થશે. આવક વધશે. વાણીથી લાભ થશે.


આ પણ વાંચો: માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા શુક્રવારે કરો આ 3 સરળ કામ,ધનથી છલોછલ રહેશે તિજોરી


કુંભ રાશિ


બુધના ગોચર થી કુંભ રાશીના લોકોને પણ લાભ થશે. આ રાશિમાં જ શનિ અને બુધની યુતિ બનશે જેના કારણે આ રાશિના લોકોને આત્મવિશ્વાસ વધશે. કામકાજમાં સારું પ્રદર્શન કરી શકશો. માન સન્માન વધશે. પ્રગતિના યોગ છે. અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.


આ પણ વાંચો: Numerology: આ તારીખોએ જન્મેલા લોકો બીજા પાસેથી કામ કઢાવવામાં હોય એક્સપર્ટ


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)